વડોદરા જિલ્લાના પાદરા નજીક ગોવિંદપુરા ગામે (Village Govindpura near Padra) મુસ્લિમ સમાજનો ધાર્મિક પ્રસંગ હતો. જેમાં દૂધની ખીર આપવામાં આવી હતી. જે લીધા બાદ બાળકો, મહિલા સહિત 130 જેટલા લોકોને ઝાડા - ઉલટી થતા તેઓને (food poisoning) તાત્કાલિક પાદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ધાર્મિક પ્રસંગ પાદરા નજીકના પુરા વિસ્તારમાં રાત્રિના 10:30 કલાકે મુસ્લિમ સમાજનો (Muslim community) એક ધાર્મિક પ્રસંગ હતો. જેને નિયાઝ કહેવામાં આવે છે જેમાં નાના બાળકો, મહિલાઓ સહિત 130 જેટલા લોકોને ખીર જમ્યા બાદ ઝાડા- ઉલટીની અસર જોવા મળી હતી. જેથી તેઓને પાદરાની સરકારી હોસ્પિટલ ખાસ એક ખસેડવામાં આવ્યા હતા. અને 60 જેટલા દર્દીને આઉટડોર કરી 63 જેટલા દર્દીને ઈન્ડોર કરવામાં આવ્યા અને છ જેટલા દર્દીને જીવન જ્યોત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તંત્ર દોડતું થયું ફૂડ પોઈઝનીંગના બનાવને પગલે જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દોડતું થયું હતું. પાદરા તાલુકાના ગોવિંદપુરા ખાતે બનેલી ફૂડ પોઈઝનની ઘટનાને લઈને આરોગ્ય વિભાગ, પાલિકા તંત્ર અને જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે આરોગ્ય વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
સારવાર મળી સમગ્ર મામલે જાન હાની ટળીઆ ઘટના બનતાની સાથે જ ગોવિંદપુરા તાલુકામાં હિન્દુ- મુસ્લિમ સંપ્રદાયના સામાજિક કાર્યકરો તાત્કાલિક દોડી આવી દરેકને મદદરૂપ થઈ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી આ તમામને તત્કાળ પ્રાથમિક સારવાર મળી જતા મોટી જાનહાની અને ગંભીર ઘટના ટળી જવા પામી હતી.