- સાંસદ રંજન ભટ્ટે SP ભરત રાઠોડને 10,000 માસ્ક આપ્યા
- શહેર પોલીસ દ્વારા એક મોહિમ ઉપડવામાં આવી
- જે પ્રથમ વખત માસ્ક વિના પકડાશે તો ફ્રીમાં માસ્ક આપવામાં આવશે
વડોદરા : શહેરના સાંસદ રંજન ભટ્ટ દ્વારા શહેર પોલીસ વિભાગના એચ ડિવિઝનના SP ભરત રાઠોડને 10,000 માસ્ક આપવામાં આવ્યા હતા. જે માસ્ક વગર ફરતા લોકોને પહેરાવવામાં આવશે. આજ રવિવારના રોજ સાંસદ રંજન ભટ્ટના નિવાસ્થાને શહેર પોલીસના SP ભરત રાઠોડને ભાજપના પૂર્વ અને હાલના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં 10,000 માસ્ક આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વડોદરામાં એક યુવકે ચા-અને કોફી સાથે વિના મૂલ્યે માસ્ક આપવાની કરી જાહેરાત
જે પ્રથમ વખત માસ્ક વિના પકડાશે તો ફ્રીમાં માસ્ક આપવામાં આવશે
રંજન ભટ્ટને વડોદરાના નાગરિકોની ચિંતા હોવાથી અને તમામ નાગરિકો સુરક્ષિત રહે તે હેતુથી આજે તેમને 10,000 માસ્ક પોલીસને સુપ્રત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર પોલીસ દ્વારા એક મોહિમ ઉપડવામાં આવી છે કે, રાહદારી અથવા વાહનચાલકો જે પ્રથમ વખત માસ્ક વિના પકડાશે તેમને શહેર પોલીસ દ્વારા પહેલી વખત ફ્રીમાં માસ્ક આપવામાં આવશે. જો બીજી વખત તે જ વ્યક્તિ માસ્ક વિના પકડાશે તો તેમને દંડ ફટકારવામાં આવશે. પોલીસ વિભાગના SP ભરત રાઠોડએ જણાવ્યું હતું કે, આ એક સારી મોહિમ આગળ વધારવા માટે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા શહેર પોલીસને 10,000 માસ્ક આપવામાં આવ્યા છે .
આ પણ વાંચો : લ્યો બોલો..! માસ્ક માટે ગુજરાતીઓએ 116 કરોડનો દંડ ભર્યો