ETV Bharat / state

મહાકાય અજગર દેખાતા જ લોકોના શ્વાસ ચડ્યા અધ્ધર, કરાયું રેસ્ક્યુ - અજગરનું રેસ્ક્યુ

વડોદરાના ફાજલપુર ગામમાં એક મહાકાય અજગર (Python rescue from Fajalpur village)દેખાયો હતો.અજગર દેખાતા લોકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાર્મ હાઉસમાં અજગર દેખાતા લોકો દ્વારા જસ્ટ કોલ સેવ એનીમલ સંસ્થાને ફોન કરી મદદ માંગી હતી. જેની જાણ થતા એનીમલ સંસ્થાની ટીમ દ્વારા અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. અજગરનું રેસ્કયુ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફાજલપુર ગામમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ

author img

By

Published : Aug 3, 2022, 1:02 PM IST

વડોદરાઃ હાલ ચાલી રહેલી વરસાદની સીઝનમાં મગરો વધારે જોવા (Python seen in Fazalpur village)મળે છે. ગામડાની વાત કરીએ તો ગામડામાં મોટાભાગે સાપ અને અજગર વધારે જોવા મળે છે. અજગર એક બિનઝેરી સર્પની (Python rescue from Fajalpur village)જાતી છે. અજગર સામાન્ય પણે 7 થી 9 ફૂટ લાંબો હોય છે. પરંતુ તેની મહત્તમ લંબાઈ 19 ફીટ સુધી પણ જોવા મળી છે. આવો જ એક 10થી 11 ફૂટ લાંબો વડોદરા નજીક ફાજલપુર ગામમાં જોવા મળ્યો છે.

અજગર દેખાતા લોકોમાં ફફડાટ - ગુજરાતમાં પ્રાણીઓને રેસ્કયુ કરવા માટે એનીમલ સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડોદરામાં પ્રાણીઓને બચાવવા માટે જસ્ટ કોલ સેવ એનીમલ નામની સંસ્થા સક્રિય છે. જે પ્રાણીઓના રેસ્કયુ કરીને તેમને સુરક્ષિત જગ્યા અથવા ઝૂમાં મોકલી આપે છે. ગઈકાલે વડોદરામાં આવેલા ફાજલપુર ગામમાં એક મહાકાય અજગર દેખાયો (Indian python )હોવાનું સામે આવ્યું હતું. ફાજલપુરમાં આવેલા ફાર્મ હાઉસમાં આ અજગર જોવા મળ્યો હતો.

અજગરનું રેસ્ક્યુ

આ પણ વાંચોઃ ખેતરમાંથી નીકળ્યો 100 કિલોનો પાયથન,રેસક્યુ ઑપરેશન જોઈને જીવ તાળવે ચોંટી જશે

લોકોએ રાહતનો શ્વાસ લીધો - અજગર દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. અજગર એક એવું પ્રાણી છે. જે આખે-આખા માણસને ખાઈ શકે છે. ત્યારે ફાર્મ હાઉસમાં અજગર દેખાતા લોકો દ્વારા જસ્ટ કોલ સેવ એનીમલ સંસ્થાને ફોન કરી મદદ માંગી હતી. જસ્ટ કોલ સેવ એનીમલ સંસ્થાને ફાર્મ હાઉસથી ફોન કરીને અહીંયા મહાકાય અજગર આવ્યો હોવાનું જાણ કરી હતી. જેની જાણ થતા નજીકના વોલીએન્ટરને તાત્કાલિક ફાર્મ હાઉસે મોકલવામાં આવ્યા હતા. ટીમ સાથે મળીને અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ અજગરનું રેસ્કયુ કરાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ 13 ફૂટના અજગરે શ્વાનનો કર્યો શિકાર પછી શું થયું...

10 ફુટનો અજગર - ફાજલપુર ગામમાં આવેલા ફાર્મ હાઉસથી ફોન આવેલો કે અહીંયા અંદાજે 15થી 20 ફુટ લાંબો મહાકાય અજગર આવેલો છે. આ ફોનના અનુસંધાને નજીકમાં રહેતા અમારા ટીમના વોલીએન્ટર પુનમભાઈને જાણ કરી સ્થળ ઉપર નિરીક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા. ત્યાં જઈને નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવ્યું કે, અંદાજે 10 ફુટનો અજગર છે. તેને સહી સલામત રેસ્ક્યું કરી હર્ષ ભટ્ટ સાથે મળીને વડોદરા, સામાજીક વનીકરણ, કોરેલી બાગ ઓફિસે RFOમાં જમા કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.