ETV Bharat / state

પારડીમાં સરકારી કર્મચારી સાથે 1 લાખ 97 હજારની છેતરપિંડી - online Fraude

પારડીના સરકારી કર્મચારીને ફોન કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત વિગતો જાણી ભેજાબાજે તેમના નવા બે ક્રેડિટકાર્ડ બનાવી એક ક્રેડિટ કાર્ડમાંથી 1લાખ 97 હજારની ખરીદી કરી લીધી હતી.

cv
cv
author img

By

Published : Nov 26, 2020, 12:32 PM IST

  • પારડીમાં એક નિવૃત્ત સરકારી કર્મચારી સાથે ઓનલાઈન છેતરપિંડી
  • 1 લાખ 97 હજારની ક્રેડિટકાર્ડમાંથી કરી ખરીદી
  • ભોગ બનેલા છગનભાઈએ પોલીસ ફરિયાદ કરી

પારડીઃ શહેરના સરકારી કર્મચારીને ફોન કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત વિગતો જાણી ભેજાબાજે તેમના નવા બે ક્રેડિટકાર્ડ બનાવી એક ક્રેડિટ કાર્ડમાંથી 1લાખ 97 હજારની ખરીદી કરી લીધી હતી. આ બાબતની એમને ત્યારે જાણ થઈ જ્યારે તેઓ ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતા ન હતા અને તેને બંધ કરાવવા માટે પહોંચ્યા હતાં. તેમને આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પારડી ગાયત્રી સોસાયટી વિપુલ પાર્ક ખાતે રહેતા માજી સરકારી કર્મચારી છગનભાઈ નારણભાઈ આહીરના મોબાઈલ પર બે માસ અગાઉ કોઈ હિન્દીભાષી અજાણ્યાનો ફોન આવ્યો હતો.

પારડીમાં સરકારી કર્મચારી સાથે 1 લાખ 97 હજારની છેતરપિંડી
ક્રેડિટ કાર્ડ બંધ કરવાની અરજી બાબતે વિગતો માગી છગનભાઈ એસબીઆઈની પારડી બ્રાન્ચનો ક્રેડિટ કાર્ડ ધરાવે છે. તે બાબતે ફોન કરનારે પોતે SBI ક્રેડિટ સેન્ટર અમદાવાદથી આયુષ શુક્લા બોલ રહા હું તેમ જણાવી છગનભાઈએ તેમનું ક્રેડિટ કાર્ડ રદ કરવા માટે આપેલી અરજી સંદર્ભે કેટલીક માહિતીઓ માગી હતી. 1 લાખ 97 હજારની ક્રેડિટકાર્ડમાંથી કરી ખરીદી

ફોન પર છગનભાઈએ તેમની જન્મ તારીખ અને અન્ય માહિતી આપી દેતા ચીટર ભેજાબાજે તેમના નામના બે નવા ક્રેડિટ કાર્ડ બનાવી અલગ અલગ દિવસે ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી કરી કુલ રૂપિયા 1 લાખ 97 હજાર 462ની છેતરપીંડી કરી હતી.

ભોગ બનેલા છગનભાઈએ પોલીસ ફરિયાદ કરી

આ બાબતે છગનભાઈએ પ્રથમ તો 100 નંબર પર જાણ કરી હતી. જે બાદ તેમણે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સીપીઆઇ એસ.આર.ગામિતે તપાસ હાથ ધરી છે.

આમ, સરકારી નિવૃત કર્મચારી પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા અને આખરે સમગ્ર બાબતની જાણકારી મળતા તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેમણે લોકોને તેમની બેન્ક અંગેની વિગતો કોઈની સાથે શેર ન કરવા અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.