ETV Bharat / state

ગીર સોમનાથના 44 ગામોમાં પાણીનું વિતરણ શરૂ, અન્ય 83 ગામોમાં વિતરણ માટે કામગીરી - Water distribution in villages of saurashtra

તૌકતે વાવાઝોડાના કહેરના પગલે ગીર સોમનાથ તેમજ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પાણી વિતરણની વ્યવસ્થા અટકી ગઈ છે. જેથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જો કે આ અંગે તંત્ર દ્વારા જરૂરી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથના 44 ગામોમાં પાણીનું વિતરણ શરૂ, અન્ય 83 ગામોમાં વિતરણ માટે કામગીરી

author img

By

Published : May 22, 2021, 10:10 PM IST

તૌકતે વાવાઝોડાના કહેરથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાણીની તંગી

ગીર સોમનાથના 44 અસરગ્રસ્ત ગામોમાં જનરેટર મુકીને પીવાના પાણીનું વિતરણ શરૂ કરાયું

બાકીના અસરગ્રસ્‍ત 83 ગામોમાં પીવાના પાણી માટે કામગીરી સતત ચાલુ

ગીર સોમનાથ: તૌકતે વાવાઝોડાના કહેરથી ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકો ખેદાનમેદાન થઇ ગયો છે. બંન્‍ને તાલુકામાં મોટી સંખ્‍યામાં વીજપોલ ધરાશાયી થતા ઉપરાંત વીજ પુરવઠો પુરા પાડતા અનેક વીજ સબ સ્‍ટેશનો મોટાપાયે ક્ષતિગ્રસ્‍ત બન્‍યા છે. જેના લીધે બંન્‍ને તાલુકામાં છેલ્‍લા ચાર દિવસથી લાઇટ ન હોવાના કારણે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અટકાઈ ગઇ છે. આથી અસરગ્રસ્‍ત ગામો અને શહેરના લોકો પીવાના પાણી માટે વલખા મારવાની સાથે દુર દુર સુધી ભટકી રહ્યા છે. આ પરિસ્‍થ‍િતિ નિવારવા અને લોકોને જરૂરીયાત મુજબનું પીવાનું પાણી મળતુ થાય તે માટે તંત્ર પણ દિવસ-રાત યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

ઉના તાલુકાના 33 ગામો અને ગીરગઢડા તાલુકાના 11 ગામોમાં પાણી વિતરણ શરૂ

જેના માટે બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટર અજયપ્રકાશે ઉના પ્રાંત કચેરી ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર પંથકમાં પાણી પહોચાડવાથી થયેલા નુકશાનની માહિતી મેળવી હતી. ત્‍યારબાદ બંન્‍ને તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વહેલી તકે પીવાનું પાણી મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા સુચના આપી હતી. જેના પગલે પાણી પુરવઠા વિભાગે બહારથી જનરેટરો મંગાવી ગઇકાલથી મેઇન હેડવર્ક ચિખલકુબા ખાતેથી રાવલ ડેમનું પાણી લઇને ઉના હેડવર્ક, દ્વોણ હેડવર્ક અને કેસરીયા હેડ વર્ક શરૂ કરી ઉના તાલુકાના 33 ગામો અને ગીરગઢડા તાલુકાના 11 ગામોમાં પાણી વિતરણ શરૂ કરવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.

વધુમાં જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગીર સોમનાથના કુલ 261 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાંથી ઉનાના 87, ગીરગઢડાના 40 મળી કુલ 127 ગામો જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ જોડાયેલા છે. આ ગામોને સમ્પ હેડ વર્કથી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ઉપરાંત નગડીયા હેડવર્ક ખાતેથી 34 ગામ, ઉના હેડ વર્ક ખાતેથી 34 ગામ તેમજ દ્રોણ હેડ વર્ક ખાતેથી 24 ગામ તેમજ ચાચકવડ કુવામાંથી 3 ગામોને પાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે બાકી રહેતા 83 ગામોનું આગામી દિવસમાં પાણી વિતરણ શરૂ કરવા કામગીરી ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.