ETV Bharat / state

કોરોના કહેર અંગેની સરકારી નીતિઓને કારણે ગીર સોમનાથના ગામડાઓ બન્યા સુપર સ્‍પ્રેડર - કોરોના ટેસ્ટ કીટ

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોરોના માટે માત્ર 25 કીટો ફાળવાતી હોવાથી પૂરતા પ્રમાણમાં કોરોનાનું ટેસ્‍ટીંગ થઇ નથી રહ્યું. આથી અસંખ્‍ય લોકો સુપર સ્‍પ્રેડર બની રહ્યા છે. જિલ્લાની 12 લાખની વસતિ વચ્‍ચે દર બે-ત્રણ દિવસે માત્ર 2 હજાર કોરોના ટેસ્‍ટીંગ કીટો ફાળવી રાજ્ય સરકાર ભેદભાવ કરતી હોવાનો ખેડુત એકતા મંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

કોરોના કહેર અંગેની સરકારી નીતિઓને કારણે ગીર સોમનાથના ગામડાઓ બન્યા સુપર સ્‍પ્રેડર

author img

By

Published : May 5, 2021, 3:59 PM IST

ગીર સોમનાથમાં કોરોના કહેર

જિલ્લામાં ઓછા થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ

ટેસ્ટ કિટની અછતને કારણે ગામડાઓ બની રહ્યા છે સુપર સ્પ્રેડર

ગીર સોમનાથ: કોરોના મહામારી સમગ્ર રાજ્યમાં કહેર મચાવી રહી છે પરંતુ રાજ્ય સરકાર ફક્ત 8 મહાનગરો પૂરતુ ધ્યાન કેન્દ્રીત કરી રહી હોવાના કારણે રાજ્યના કુલ 18 હજાર ગામડાઓ રામ ભરોસે જેવી સ્‍થ‍િતિમાં હોવાથી સુપર સ્પ્રેડર બની રહ્યા છે. કારણ કે, ગ્રામ્‍ય વિસ્તારોમાં કોરોના ટેસ્‍ટીંગ કીટોની ઓછી ફાળવણી કરાતી હોવાથી ટેસ્‍ટીંગ જુજ સંખ્‍યામાં થઇ રહ્યું છે.

આ અંગે ખેડુત એકતા મંચ દ્વારા મુખ્‍યપ્રધાન અને આરોગ્‍ય પ્રધાનને લેખીત રજૂઆત કરી ગ્રામ્‍ય વિસ્‍તારો પુષ્‍કળ પ્રમાણમાં કીટો ફાળવી ટેસ્‍ટીંગ કાર્ય વેગવંતુ બનાવવા માંગણી કરી છે.

ટેસ્ટ કિટના અભાવે ભટકી રહ્યા છે લોકો

ગીર સોમનાથ ખેડુત એકતા મંચના રમેશભાઇ બારડએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ કે, હાલ કોરોનાની બીજી લહેરમાં શહેરો કરતા ગ્રામ્‍ય વિસ્‍તારોની પરિસ્‍થ‍િતિ કફોડી છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પુરતી આરોગ્‍ય-સારવારની સુવિધા ન હોવાથી લોકોને રખડવું ભટકવું પડી રહ્યું છે. તો છેલ્‍લા ઘણા દિવસોથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોરોના ટેસ્‍ટીંગની કીટોની અછત વર્તાય રહી છે. જેના કારણે ગ્રામ્‍ય વિસ્‍તારના ટેસ્‍ટીંગ સેન્‍ટરો અને પીએચસીમાં ટેસ્‍ટીંગ કરાવવા લોકો લાંબી લાઇનો લગાવતા જોવા મળે છે. એવા સમયે આવા સેન્‍ટરો પર જુજ કીટો ઉપલબ્ધ હોવાથી તમામ લોકોનું ટેસ્‍ટીંગ ન થતુ હોવાથી કોરોનાના સામાન્‍ય લક્ષણો ધરાવતા લોકોને ભટકવું પડે છે. જેના કારણે મોટાપાયે સંક્રમણ ફેલાઇ રહ્યું છે.

30 હજારની વસ્તી વચ્ચે ફક્ત 25 ટેસ્ટ કીટ

વધુમાં ગીર સોમનાથ જિલ્લાના આજોઠા પીએસસી સેન્ટર હેઠળ 8 થી 10 ગામડાઓ આવે છે જેની 30 હજારની વસ્તી વચ્ચે તંત્ર દરરોજ ફકત 25 કીટો જ ફાળવી રહ્યું છે. આમ, 1200 વ્યક્તિ વચ્‍ચે માત્ર 1 કીટ મળે છે. ત્‍યારે રાજ્ય સરકાર આવો ભેદભાવ ગીર સોમનથ જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારો પ્રત્યે કેમ રાખે છે. જીલ્લાના 6 તાલુકાના 12 લાખથી વધુ વસ્તી સામે દર બે-ત્રણ દિવસે ફકત 2 હજાર રેપીડ એન્‍ટ‍િજન કીટોની ફાળવણી કરે છે. જે ફાળવણની સંખ્‍યા પરથી જ સમજી શકાય છે કે જીલ્‍લાના શહેરો-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કેટલી અને કેવી કોરોના ટેસ્‍ટીંગની કામગીરી થતી હશે ? આ પ્રકારે કોરોના ટેસ્ટીંગ કીટોની ફાળવણી થતી હોવાથી દરરોજ સામાન્‍ય લક્ષણો ઘરાવતા અસંખ્‍ય લોકો સુપર સ્પ્રેડર બની સંક્રમણ ફેલાવતા હશે તે સમજી શકાય એવી વાત છે.

એના માટે જવાબદાર રાજ્ય સરકારની જરૂરીયાત કરતા ટેસ્‍ટીંગ કીટોની ઓછી ફાળવણીની નીતિ કારણભુત છે. આવી નીતિ હશે તો કોરોના કાબુમાં આવશે ? તે પણ એક મોટો સવાલ છે. ત્‍યારે ઉપરોક્ત રજુઆતને ગંભીરતાથી લઇ ગીર સોમનાથ સહિત રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોરોના ટેસ્‍ટીંગની કામગીરી ઝડપી બનાવવા જરૂરીયાત મુજબની કીટોનો જથ્‍થો ફાળવવા માંગણી અંતમાં કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.