- સુરતમાં વૃદ્ધાના મૃતદેહને અંતિમ ક્રિયા માટે રેસ્ક્યૂ બોટમાં લઇ જવાયો
- ભારે વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
- અત્યાર સુધી ફાયર અને મનપા દ્વારા 80 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું
સુરત: ભારે વરસાદના કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક લોકો નીચાણવાળા વિસ્તારમાં ફસાયા છે. મધવાબાગ અને નંદનવન સોસાયટીમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વિસ્તારમાંથી અત્યાર સુધી ફાયર અને મનપા દ્વારા 80 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એક વૃદ્ધાના મૃતદેહને અંતિમ ક્રિયા માટે રેસ્ક્યૂ બોટમાં લઇ જવામાં આવ્યો હતો. બીજી બાજુ પ્રેગ્નેન્ટ મહિલા અને બાળકોને સ્થળાંતર કરાયા હતા. માધવબાગના લોકોને ઘરોમાં જ સુરક્ષિત કરવામાં આવ્યા છે.
પર્વત પાટિયાયાના માધવબાગ સોસાયટીમાં ખાડીમાં પાણી ફરી વળ્યાં છે. આવી સ્થિતિમાં એક વૃદ્ધાનું હાર્ટઅટેકથી મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વૃદ્ધના મૃતદેહને પાણીના પ્રવાહ વચ્ચે ફાયરના જવાનોએ બોટ દ્વારા રેસ્ક્યૂ કરી બહાર લાવવામાં મદદ કરી હતી. ખાડીના પાણી ભરાવાના કારણે પરીવારને અંતિમવિધિ કરવામાં મુશ્કેલી પડતા ફાયર ફાઈટરના જવાનોએ રેસ્ક્યૂ બોટમાં મદદ કરી હતી.