ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે ધોરણ-10નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો નહોતો. કારણ કે, આ વખતનું પરીણામ ગત વર્ષની સરખામણી ઘણું નીચું આવ્યું છે. તો કેટલાંક વિદ્યાર્થીઓ પોતાના ગુણથી અસંતોષ છે. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એક વ્યવસ્થા ગોઠવી છે. જેના આધારે વિદ્યાર્થીઓ પોતાની ગુણ ખાતરી કરી શકે છે.
અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ 9 જૂનના રોજ જાહેર કરાયું હતુ. આ પરિણામ 60.64 ટકા જેટલું નીચું રહ્યું હતું.પરિણામે ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
આથી આવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓને પોતાના મળેલા ગુણની અસંતોષ હોય તેઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર www.gseb.org અને ssc.gseb.org પર તારીખ 26 જૂન સાંજના 5 વાગ્યા સુધી રૂપિયા 100, નિયત ફી ભરીને ઓનલાઈન અરજી કરી શકશે.આ સિવાય અન્ય કોઇ પણ રીતે અરજી સ્વીકારાશે નહીં.