અમદાવાદ : સદીઓથી ચાલી આવતા રીતરિવાજ અને પરંપરા મુજબ ખોખરા ગામમાં આવેલી ખોખરશાહ પીરની દરગાહમાં હોળી અને ધૂળેટીના દિવસે સંતવાણી તેમજ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં ગુજરાતના નામી અનામી દિગ્ગજ કલાકારો જોડાયા છે.
જે કોમી એખલાસના પ્રતીક સમાન આ દરગાહના ભવ્ય ઇતિહાસના સાક્ષી રૂપી સ્થાનિક રહીશોના જણાવ્યાં અનુસાર, હાલના ગાદીપતિ મહમદભાઇના પિતા દોશુબાપુના સમયથી જોતા આવ્યા છે, હિન્દુઓના ધાર્મિક તહેવાર હોળીના દિવસે અહીંયા જે પ્રકારે ડાયરો અને સંતવાણીનું આયોજન કરવામાં આવે છે. કદાચ ભારતભરમાં ક્યાંય પણ આવી કોમી એખલાસતા જોવા નહીં મળી શકે. વળી આ ડાયરામાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા સંતોનું સન્માન પણ કરવામાં આવે છે.