ETV Bharat / state

તોકતે વાવાઝોડાને કારણે ઉનામાં સફાઈ અભિયાન, રાજકોટ મનપા 100 સફાઈ કર્મચારીઓની ટીમ ઉના મોકલશે - તોકતે વાવાઝોડું

તોકતે વાવાઝોડાને પગલે ઉનામાં થયેલા નુકસાનની સફાઈ અને પડી ગયેલા વૃક્ષો હટાવવા રાજકોટથી મનપાની ટીમ ઉના જશે. વાવાઝોડાએ સર્જેલી તારાજીના કારણે રોગચાળો ન ફેલાય તે માટે આ ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે.

તોકતે વાવાઝોડું
તોકતે વાવાઝોડું
author img

By

Published : May 18, 2021, 9:02 PM IST

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયો ઉમદા નિર્ણય

100 સફાઈ કર્મચારીઓને ઉનામાં સફાઈ કામગીરી કરવા મોકલાશે

ઉનામાં વાવાઝોડાએ સર્જેલી તારાજીના કારણે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે

રાજકોટઃ “તોકતે” વાવાઝોડાની સૌથી વધુ અસર જ્યાં થયેલી છે. તે ગામો પૈકી ઉના ખાતે ગંદકીના કારણે રોગચાળો ન પ્રસરે તે માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની એક ટીમ સાધન-સામગ્રી અને વાહનો સાથે ઉના મોકલવાનો મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલનો સંયુક્ત ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના 100 સફાઈ કર્મચારીઓ જશે

અત્યંત તોફાની સ્વરૂપમાં ત્રાટકેલા “તોકતે” વાવાઝોડાએ ઉના શહેરને સારી પેઠે ધમરોળી નાખ્યું છે. આ સંજોગોમાં શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાય અને જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર રાબેતામુજબ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના 100 સફાઈ કર્મચારીઓ, 2 JCB મશીન, 2 ડમ્પર, 2 ટ્રી કટર મશીન, 2 ઓપરેટર સહિતની બે બસનો કાફલો ઉના મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.