ETV Bharat / state

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ વેક્સિન લીધા પહેલા પ્લાઝમા અને રક્તદાન કર્યું

author img

By

Published : May 3, 2021, 6:03 PM IST

રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં કોરોનાનો કાળો પ્રકોપ વર્તી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેસકીનેશન પણ શરૂ લરી દેવામાં આવ્યું છે, આમ સામાન્ય સંજોગોમાં વેકસીન લીધા બાદ કોઈપણ વ્યક્તિ રક્તદાન અને પ્લાઝમા આપી શકતા નથી ત્યારે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ નિયમને ધ્યાનમાં રાખીને વેક્સિન લે તે પહેલાં જ પ્લાઝમા અને રક્તદાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ વેક્સિન લીધા પહેલા પ્લાઝમા અને રક્તદાન કર્યું
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ વેક્સિન લીધા પહેલા પ્લાઝમા અને રક્તદાન કર્યું
  • મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યું પ્રેરણાત્મક કાર્ય
  • મંદિરના સંતોએ વેક્સિન પહેલા પ્લાઝમા અને રક્તદાન કર્યું
  • એક પ્લાઝમા ડોનર 4 વ્યક્તિઓનો જીવ બચાવી શકે છે

અમદાવાદ : રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં કોરોનાનો કાળો પ્રકોપ વર્તી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, આમ સામાન્ય સંજોગોમાં વેકસીન લીધા બાદ કોઈપણ વ્યક્તિ રક્તદાન અને પ્લાઝ્મા આપી શકતા નથી ત્યારે અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ નિયમને ધ્યાનમાં રાખીને વેક્સિન લે તે પહેલાં જ પ્લાઝમા અને રક્તદાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સંતોએ વેક્સિન લીધા પહેલા પ્લાઝમા અને રક્તદાન કર્યું

પ્લાઝમા ડોનેટ કરીને લોકોને આપ્યો સંદેશ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતોએ પ્લાઝમા ડોનેટ કરી દરેક માટે ઉદાહરણરુપ બન્યા છે. સેવાના આજીવન ભેખધારી એવા પૂજનીય સંતોએ વિચાર્યું કે, આપણાથી કોઇનો જીવ બચતો હોય તો આપણે તે કરવું જોઇએ અને તુરંત જ તેઓ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર થયા. આ સેવા કરી સંતો, કોરોનામાંથી રિકવર થયા બાદ દરેક વ્યક્તિ પ્લાઝમા ડોનેટ કરે તે માટે અત્યારે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.

માત્ર 40 મિનિટની પ્રક્રિયા

કોરોનામાંથી સાજા થઇ ગયા પછી 14 દિવસ પછી બ્લડબેન્કમાં જઇ હિમોગ્લોબીન, બ્લડપ્રેશર અને એન્ટીબોડીની તપાસ કરાયછે તેનો રિપોર્ટ સારો આવે એટલે તે પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ પ્રક્રિયા પીડાદાયક બિલકુલ નથી, માત્ર 40 મિનિટની પ્રક્રિયા પછી જે તે વ્યક્તિ તરત કોઇપણ કામ કરી શકે તેટલો સ્વસ્થ રહે છે.

લોકોમાં જાગૃતિનો અભાવ

પ્લાઝમા ડોનેશન નું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે, લોકોમાં એવી અફવાઓ છે કે, મારા એન્ટીબોડી ઘટી જશે કે પછી ફરી ઇન્ફેક્શન લાગી જશે તો અને ઘણા લોકોને પ્લાઝમા ડોનેશન અંગે ખ્યાલ નથી. પરંતુ એક પ્લાઝમા ડોનર 4 વ્યક્તિનો જીવ બચાવી શકે છે અને તેનાથી ઘણા ચમત્કારિક સુધારા જોવા મળ્યા છે.

પ્લાઝમા ડોનરનું પ્રમાણ ખૂબ નીચું

કોરોનાના દર્દીને બચાવવા માટે પ્લાઝમા થેરાપીથી ઘણી જગ્યાએ પોઝિટિવ રિઝલ્ટ મળી રહ્યા છે, પરંતુ કોરોનાથી સ્વસ્થ થતા દર્દીઓના પ્રમાણમાં પ્લાઝમા ડોનરનું પ્રમાણ ખૂબ જ નીચું અને દરેકની આંખો ખોલનારું છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતોએ પ્લાઝમા અને બ્લડ ડોનેટ કરી સૌને વૈશ્વિક મહામારી કોરોનામાં સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.