ETV Bharat / state

2020માં યોજાનારી અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ

આગામી નવેમ્બર 2020માં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાજેતરમાં રાજય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોપલ-ઘુમા નગરપાલિકા, ચિલોડા- કઠવાડા ગ્રામપંચાયત સહિતના વિસ્તારનો સમાવેશ કરાયો છે તેમાં સીમાંકનને લઈને મતદાર યાદી તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા સોંપાઈ છે. BPMC એક્ટ મુજબ નવેમ્બર માસમાં ચૂંટણી યોજવી જરૂરી છે. જો ચૂંટણી યોજાય તો AMCએ તૈયાર હોવું જરૂરી છે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું.

2020 માં યોજાનારી અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ

author img

By

Published : Jul 23, 2020, 10:15 PM IST

અમદાવાદ: નવેમ્બર 2020માં યોજાનારી અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આદેશ પરિપત્ર અનુસાર નવા હદ વિસ્તાર સાથે 48 વોર્ડના સીમાંકન આધારે વોર્ડ વાઇઝ મતદાર યાદી કમ્પ્યુટરરાઇઝડ કરી પ્રિન્ટ કરાવી મતદારોના નામ દાખલ કરવા હેલ્પલાઇન પ્રચાર-પ્રસાર કરવા તથા જરૂરિયાત પ્રમાણે એટીએમની ખરીદી કરવી જરૂરી સ્ટેશનરી મતદાન મથક તથા મતગણતરી કેન્દ્ર ખાતે જરૂરી વ્યવસ્થા કરવા અને મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડની સામાન્ય ચૂંટણીઓ યોજના અંગેની તમામ આનુસંગિક કામગીરી પરવા અમદાવાદની ચૂંટણી ખર્ચને પહોંચી વળવા માટે નિયમ અનુસાર ચૂંટણી ગ્રાન્ટ ફાળવવા માટે ખર્ચ કરવા મ્યુનિસિપલ કમિશનરે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.