અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી 23 જુલાઈ સુધી શહેરના તમામ ટ્યુશન કલાસીસ બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દરેક ટ્યુશન કલાસીસ માટે ફરજીયાત NOC અને પરવાનગી લેવાની ફરજીયાત રહેશે. જે કોઈ જાહેરનામનો ભંગ કરશે તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની ઘટના અંગે અમદાવાદમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત બેઠક મળશે. આ બેઠકમાં NOC, ફાયર સેફટી અને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. બેઠક બાદ શહેર ભરમાં પોલીસ અને કોર્પોરેશનનું સંયુક્ત ઓપરેશન શરૂ થશે અને કાર્યવાહી કરવામાં આવશે.