- સુરતમાં ફરીએકવાર આગના બનાવો સામે આવ્યા
- થર્મોકોલ ની ઓફિસમાં આગ લાગી
- કોઈ જાનહાનિ નહીં
સુરત: ખટોદરા વિસ્તારમાં આવેલા રૂપાલ શો રૂમની પાછળ આવેલી શેપર એન્જીયરીંગ થર્મોકોલની ઓફીસમાં બુધવારે 12 વાગ્યાની આસપાસ અચાનક જ આગ લગતા ઓફિસમાંથી બધા બહાર આવી ગયા હતા.ઓફિસમાંથી નીકળતા ધુમાડાને લીધે આજુબાજુના લોકો પણ આ જોઈને દોડતા થઇ ગયા હતા.જોકે ઓફિસના કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ત્રણ સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પોંહચીને આગને કાબુમાં લીધી હતી.

સંપૂર્ણ સામાન બળીને ખાખ પરંતુ જાનહાનિ નહીં
શેપર એન્જીયરીંગ થર્મોકોલના માલિક કમલેશ શ્રીવાસ્તવ દ્વારા એમ કહેવામાં આવ્યું કે હું અને મિત્રો બુધવારે 12 ની આસપાસ ઓફિસમાં બેઠા હતા. તે સમય દરમિયાન લાઈટ સ્વિચ બોક્સમાં અચાનક જ શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી ગઈ હતી અને અમે બધા તરત બહાર આવીને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે તરત આવીને આગને કાબુમાં લીધી હતી અને અંદર પડી રહેલો સંપૂણ સમાન બણીને ખાખ થઇ ગયો હતો.નુકસાન તો ખુબજ થયું છે પરંતુ કોઈ જાનહાની નથી થઇ એ માટે સૌથી મોટી વાત છે.

આ પણ વાંચો: સેવાસીમાં પ્લાસ્ટિકના ભંગાર ગોડાઉનમાં આગ, બે ફાયર સ્ટેશનના ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો
ફાયર વિભાગ દ્વારા આગ કાબૂમાં લેવાઈ
ફાયર વિભાગ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આગ અને ધૂમાડો એટલો હતો કે ઓફિસનો કાચ તોડીને અને ઓક્સિજનનો બાટલો લઇને અંદર ઘૂસીને આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી.જોકે કોઈ પ્રકારની જાનહાનિ થઇ નથી.હાલ આગ કાબુમાં આવી ગઈ છે અને કૂલિંગની કામગીરી પણ થઇ ચુકી છે.
