ETV Bharat / state

માળીયામાં નજીવી બાબતે પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો કરાયો - morbi tata news

માળિયા પંથકમાં નજીવી બાબતે ત્રણ ઇસમોએ પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો કરતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો
પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો
author img

By

Published : Aug 23, 2020, 3:28 PM IST

મોરબીઃ માળિયા પંથકમાં નજીવી બાબતે ત્રણ ઇસમોએ પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો કરતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માળીયાના રહેવાસી પ્રદીપ નિરંજન જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભાઈ મનોજ કાર લઈને મોરબી દવાખાને જવા નીકળ્યો હતો, ત્યારે દુકાન પાસે અંજીયાસરનો રિક્ષાવાળો મીયાણો રિક્ષા આડી રાખી ઉભો હોવાથી મનોજે રિક્ષા સાઈડમાં રાખવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈ જઈને અહિયાં જ રહેજે હમણાં આવું છું કહીને રીક્ષા લઈને ગયો અને થોડીવારમાં પાછો આવી રિક્ષામાં સોકત ઉર્ફે ટકી તાજમહંમદ જેડા, તેનો ભાઈ અલ્લારખા તાજમહમદ જેડા રિક્ષામાં હતા. જે ત્રણેય રિક્ષામાંથી ઉતરી હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને મનોજને માથામાં ધોકો મારતા મનોજ ઘયલ થયો હતો.

તેને બચાવવા ફરિયાદી પ્રદીપ વચ્ચે પડતા આરોપીઓ આડેધડ માર મારવા લાગ્યા હતા. તેમજ નાનો ભાઈ જનક અને પિતા નિરંજનભાઈ વચ્ચે પડતા તેને પણ ઈજા કરી હતી. બાદમાં ત્રણેય ઇસમો રિક્ષા લઈને નાસી ગયા હતા. આ બનાવમાં ભાઈ મનોજ, જનક અને પિતાને માથામાં અને શરીરે ઈજા થતા માળિયા અને બાદમાં મોરબી રિફર કરાયા છે, જયારે ફરિયાદીને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

માળિયા પોલીસે આરોપી સોકત ઉર્ફે ટકી તાજમહંમદ જેડા, અલ્લારખા અને રિક્ષાવાળો મીયાણો એમ ત્રણ સામે ગંભીર જીવલેણ ઈજા કરવાનો ગુનો નોંધી તપાસ ચલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.