ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં, શનિવારે 6 દર્દીઓને રજા અપાઈ - Covid centers in dang

ડાંગ જિલ્લામાં શનિવારે કોરોનાનો એકપણ નવો કેસ નહિ નોંધાતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ઉપરાંત 6 દર્દીઓ સાજા થતા તેમને આજે રજા આપવામાં આવી છે. 8 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 58 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહિ, શનિવારે 6 દર્દીઓને રજા અપાઈ

author img

By

Published : May 15, 2021, 8:06 PM IST

  • ડાંગ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહિ
  • આજે 6 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા, કુલ કેસ 628
  • કોરોનાના કારણે અત્યાર સુધી 25 વ્યક્તિઓના મોત, હાલ એક્ટિવ કેસ 72

ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં આ અગાઉ કુલ 628 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 556 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 72 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. એક્ટિવ કેસો પૈકી 6 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 8 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 58 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.

જિલ્લામાં 882 વ્યક્તિઓ હોમ કવોરેન્ટાઈન કરાયા

કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 882 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 10176 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 78 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 252 ઘરોને આવરી લઈ 1103વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે 70 બફર ઝોન (એક્ટિવ)મા 390 ઘરોને સાંકળી લઈ 1600 લોકોને કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે.

જિલ્લામાં આજે 186 સેમ્પલ કલેક્ટ કરાયા

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 56 RT PCR અને 130 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 186 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 56 RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ 48,424 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી 47,740 નેગેટીવ રહ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધી 25 વ્યક્તિઓના કોરોનાંનાં કારણે મોત

રસીકરણની વિગતો જોઈએ તો જિલ્લામાં આજદિન સુધી 2101 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4919 (98 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 28052 (45 +) 48 ટકા નાગરિકો મળી કુલ 35072 લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આજે જિલ્લામા એક મૃત્યુ નોંધાતા અહીં આજદિન સુધી કુલ 25 મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.