- ભાવનગરમાં ફંગલ ઇન્ફેક્શનની ઘટનાઓ સામે આવી રહી છે
- કોરોના દર્દીઓને સારવારમાં લીધેલી દવાઓની થઈ રહી છે આડ અસર
- આશરે 50 જેટલા લોકો બન્યા ભોગ
ભાવનગર : શહેરમાં કોરોના દર્દીઓને દવાઓની આડઅસર જીવલેણ બનતી જાય છે. શરીરની ઇમ્યુનિટીને નબળી પાડતા કોરોનાને ખતમ કરવા સ્ટેરોઇડ આપતા તેની અસર દર્દીઓમાં બીજી રીતે જોવા મળી છે પણ ફંગલ ઇન્ફેક્શનનો ભોગ એવા દર્દીઓ વધુ બની રહ્યા છે કે જેઓ પહેલેથી જ એક રોગથી પીડાતા હોય.
કોરોનાને ખતમ કરવા જતા અન્ય રોગથી પીડાઇ રહ્યા છે દર્દીઓ
ભાવનગર શહેરમાં કોરોના દર્દીઓને સ્વસ્થ કરવા માટે હોસ્પિટલમાં દર્દીઓને સ્ટેરોઇડ જેવી ઘાતક દવાનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સ્ટેરોઇડ આપવામાં આવે ત્યારે કોરોના વાઈરસનો ખાત્મો કરી શકાય છે પણ સ્ટેરોઇડ આપ્યા બાદ કોરોના તો મટી જાય છે પણ તેના કારણે ફંગલ ઇન્ફેક્શન થવાના બનાવો વધી રહ્યા છે અને લોકો વધુ એક બીમારીનો ભોગ બની રહ્યા છે સૌથી વધુ ફંગલ ઇન્ફેક્શન નાકની પાછળના ભાગમાં આવેલા સાયનસમાં થાય છે જેથી દ્રષ્ટિ,ગળામાં તકલીફ અને સાંભળવાની શક્તિઓ જતી હોવાના કિસ્સા સામે આવ્યા છે.
ફંગલ ઇન્ફેક્શનથી અંદાજે સામે આવેલા કેસ
ભાવનગર શહેરમાં કોરોના દર્દીઓ સ્વસ્થ થયા બાદ ફંગલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા છે. આશરે 50 થી વધારે એવા કેસો સામે આવ્યા છે જેમાં આશરે 30 લોકોને આંખમાં ઇન્ફેક્શન સ્ટેરોઇડના કારણે થવાથી દ્રષ્ટિ જતી રહી છે. તો ઘણા 10 જેટલા લોકોને સાંભળવાની તકલીફ થઈ હોય તો 10 જેટલા લોકોને ગળામાં તકલીફો થઈ હોય તેવું જાણવા મળ્યું છે. ભાવનગર બજરંગદાસ હોસ્પિટલના ડોક્ટર દર્શન શુક્લએ જણાવ્યું હતું કે સ્ટેરોઇડથી આડઅસર થાય છે પણ કોરોનાને હરાવવા તેના સિવાય માર્ગ નથી સ્ટેરોઇડથી આંખની દ્રષ્ટિ,કાનની તકલીફ અને ગળાની તકલીફ વાળા મારી સામે 30 થી વધુ દર્દીઓ છે. જ્યારે સર ટી હોસ્પિટલમાં હશે તે અલગ એટલે અનુમાન 50 જેટલા દર્દીઓનું લગાવી શકાય છે.
આંખની તકલીફ અને કાનની તકલીફ ખર્ચાળ
કોરોનાને હરાવીને ફંગલ ઇન્ફેક્શનનો ભોગ કોણ વધુ બને છે તે જાણીએ તો ડાયાબીટીસ અને બીપીના દર્દીઓ હોઈ છે. સૌથી વધુ ખતરો આ બે રોગના દર્દીઓ પર વધુ રહેલો છે. આંખમાં જેને ફંગલ ઇન્ફેક્શન થયું તે મોટા ભાગે ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ છે ત્યારે ફંગલ ઇન્ફેક્શનમાં દ્રષ્ટિ અને કાનનો ખર્ચો ખૂબ ખર્ચાળ હોય છે આશરે 3 લાખ જેવો ખર્ચ થાય છે એટલે ફંગલ ઇન્ફેક્શન કોરોના બાદ બીજી ઘાતક સમસ્યા બની ગઈ છે.