કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ચાલુ રાખનાર વેપારી સામે પોલીસ ફરિયાદ
ઉધનામાં હેડ રીપેરીંગ, સ્ટીલ, ઝેરોક્ષ સહિતની દુકાનો ચાલુ હતી
હોમ કવોરેન્ટાઈનનું ઉલ્લંઘન કરનાર સામે પણ પોલીસ ફરિયાદ
સુરત: શહેરમાં હાલ કોરોના કેસમાં ઘટાડો જોવા મળતા માનપાને થોડી રાહત થઈ છે. કોરોના સંક્રમણ ફરી ન વધે એના માટે મનપા દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના ઉધના ઝોનમાં આવેલ પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં કેટલાક લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હોમ કવોરેન્ટાઈન કરાયેલા લોકો ઘરમાં જ છે કે મનપાની ટીમ ઘરે જઈને તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન હોમ કવોરેન્ટાઈન વેક્તિઓ ઘરમાં હાજર ન હતા અને વતન બિહાર જતા રહ્યા હતા મનપાએ આ વ્યક્તિઓ વિરુદ્ધ ઉધના પોલીસ મથેકે ફરિયાદ નોંધાવી છે.
મનપાની સૂચનાઓનો કર્યો ભંગ
આ ઉપરાંત ઉધના વિસ્તારમાં આવેલા પ્રભુ નગર વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થવા છતા રામેશ્વર હેડ રીપેરીંગ વર્કર,વિધિ સ્ટીલ ,અમર નિવાસ,મોદી ઝેરોક્ષ અને જે કે ક્રીએશન જેવી જેવી દુકાનો ચાલતી હતી. મનપાએ દુકાનો બંધ રાખવા સૂચના આપી હોવા છતાં પણ દુકાનો બંધ નહીં કરાતા દુકાનો ચાલુ રાખનાર સામે ઉધના પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.