અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સમગ્ર ભારતીય રેલવેમાં "સ્વચ્છતા સપ્તાહ"ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર પણ સ્વચ્છતા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે, જે 16 ઓગસ્ટ, 2020 સુધી ચાલશે.
મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા એ માહિતી આપી હતી કે, 10 ઓગસ્ટથી મંડળ પર સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વર્તમાનમાં કોરોના વૈશ્વિક મહામારીને દેખતા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતાં રેલવે સ્ટેશનો અને રેલવે પરિસર તથા તેની આસપાસના ક્ષેત્ર, વોટર વેંડિંગ મશીન અને પીવાના પાણીના વોટર હટ, ડ્રેનેજ ટોયલેટ તથા વર્કપ્લેસ અને કાર્યાલયો સહિત દરેક ક્ષેત્રોમાં ગહન સફાઈ અભિયાન પ્રારંભ કરવામાં આવ્યું છે.
ભુજ, ગાંધીધામ, પાલનપુર, વિરમગામ, મહેસાણા, સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો સહિત સાબરમતી અને વટવા ડિઝલ શેડ, કાંકરિયા, અમદાવાદ અને સાબરમતી કોચિંગ ડેપો, મણિનગર, સરસપુર તથા સાબરમતી અને શાહીબાગ રેલવે કોલોનીઓ તથા મંડલ કાર્યાલય પર પણ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.