ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલ “રામાયણ” વિષયક ખાસ આકષૅક કલર ફૂલ વિક્ટોરિઅલ કેન્સલેશન આલ્બમ ગુજરાતમાં G.P.O. અમદાવાદ, એચ.ઓ. વડોદરા અને એચ.ઓ. રાજકોટ એમ ત્રણેય ફિલાટેલી બ્યુરોઝ ખાતે એક સાથે પ્રકાશિત કરવામાં આવી છે.
![સીએમ વિજય રૂપાણીના હસ્તે ‘રામાયણ’ વિષયક ટપાલ ટિકિટ પર ખાસ પિક્ટોરિઅલ કેન્સલેશન આલ્બમ લોન્ચ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8308472_post_card_7204846.jpg)
ગુજરાતમાં ફિલાટેલિનો શોખ ધરાવનાર માટે આ વિશેષ પિક્ટોરિઅલ કેન્સલેશન આલ્બમ ખૂબ મદદરૂપ સાબિત થશે. ગુજરાત ટપાલ વિભાગ દ્વારા કોઈપણ ઐતિહાસિક પ્રસંગની યાદમાં ખાસ પિક્ટોરિઅલ પ્રકાશિત કરવામાં આવે છે તેમ આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ અશોક કુમાર પોદ્દારે જણાવ્યું હતું.