- ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા પોઝિટિવ
- પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ થયા
- સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ટેસ્ટ કરાવવા કરી અપીલ
ભાવનગર: શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. જે વ્યક્તિઓ તેમના સંપર્કમાં આવ્યા હતા એ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર કર્યું ટ્વીટ
ભાવનગર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાની તબિયત છેલ્લા બે દિવસથી નાજુક હતી. જે અંગે સોમવારે તપાસ કરાવતા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓ તાત્કાલિક હોમ આઈસોલેટ થયા હતા અને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસોમાં જે વ્યક્તિઓ મારા સંપર્કમાં આવ્યા હોય એ વ્યક્તિઓ કોરોના ટેસ્ટ કરાવી લે. જેથી અન્ય વ્યક્તિઓ સંક્રમિત ન થાય. અને સમયસર સારવાર મેળવી જિંદગીને સુરક્ષિત કરી શકે.
આ પણ વાંચો - ભાવનગરમાં કોંગી કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત, રેમડેસીવીરની માગ સાથે જતા હતા ભાજપ કાર્યાલય
મહામારીમાં અગાઉ પણ આવેલા છે નેતાઓ પોઝિટિવ
ભાવનગર શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે રોજ પ્રમુખ સાથે બેઠકો થતી હોય છે અને પ્રજા હેતુ નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે પ્રમુખ પોઝિટિવ આવતા શહેર કાર્યાલયે આવેલા ચાર પાંચ દિવસમાં કાર્યકર નેતાઓએ પોતાનો રિપોર્ટ કરવો ફરજીયાત બની ગયો છે તો શહેર પ્રમુખ અન્ય ક્ષેત્રે પણ જોડાયેલા હોવાથી અન્ય ક્ષેત્રમાં તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ રિપોર્ટ કરવો જરૂરી બન્યો છે જો કે શહેર પ્રમુખે જાણકારી સોશિયલ મીડિયા મારફત આપીને સૌને જાગૃત રહી રિપોર્ટ કરવા ટ્વીટર માધ્યમથી અપીલ પણ કરી દીધી છે.
આ પણ વાંચો - ભાવનગર મનપા કમિશ્નરે માત્ર 8 દિવસમાં જ માતા પિતાની છત્ર છાયા ગુમાવી