- ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના 23 પોઝિટિવ કેસ નોધાયા
- જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1295 થઈ
- અત્યાર સુધી સોથી વધુ 1014 સેમ્પલ લેવાયા
ભરૂચઃ જિલ્લામાં શનિવારે કોરોના વાઇરસના 23 પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1295 પર પહોચી છે.
ભરૂચ જિલ્લામાં ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ કોરોનાના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. શનિવારે જિલ્લામાં કોરોના વાઇરસના 23 પોઝિટિવ કેસ નોધાયા છે, તો શનિવારે 23 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે અત્યાર સુધીના સોથી વધુ 1014 કેસ નોધાયા છે. શનિવારે નવા નોધાયેલા કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સખ્યા 1295 પર પહોચી છે, જે પૈકી 25 દર્દીઓના મોત નિપજ્યા છે, જ્યારે 1098 દર્દીઓ સજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 172 દર્દીઓ સારવાર હેઠળ છે.