ETV Bharat / state

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તૌકતે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી - Taukte cyclone news

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કલેક્ટર શ્રી, મ્યુનસિપલ કમીશનર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ જિલ્લામાં વાવાઝોડા સંદર્ભે કરવામાં આવેલી કામગીરી અંગેની વિગતો પૂરી પાડી પ્રધાનને માહિતગાર કર્યા હતા.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે તૌકતે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

author img

By

Published : May 17, 2021, 9:27 PM IST

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ તાઉતે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડયું

વાવાઝોડા સંદર્ભે તંત્રની પ્રશંસનીય કામગીરી છતા લોકો સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે જરૂરી – આર.સી.ફળદુ

જામનગર: તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમજ તે અંગેની તમામ આનુસંગીક તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તેમ જણાવી જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરે મંત્રી શ્રી આર.સી.ફળદુને માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ દરિયાકાંઠા વિસ્તારના ગામોમાંથી 2500 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ દરિયાથી ૫ કિલોમીટરની ત્રિજયામાં આવેલ વિસ્તારોમાં રહેતા સગર્ભા બહેનોને યાદી તૈયાર કરી સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે. ખેડૂતભાઈઓ તથા APMCના હોદ્દેદારોને ખુલ્લામાં રાખેલો પાક જણસ સલામત સ્થળે ખસેડવા સુચના આપવામાં આવેલ છે. દરિયાકાંઠે મીઠાના ઉદ્યોગોમાં કામ કરતા અગરીયાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનના વહનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જામનગરથી હાપા સુધી ગ્રીન કોરિડોરની રચના કરવામાં આવેલ છે. કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રો ખાતે જનરેટરની વ્યવસ્થા તથા ઇમર્જન્સી કિટની વ્યવસ્થા કરવામાં આવી છે. એમબ્યુલન્સ, બોટ સહિતના રાહત અને બચાવ કામગીરી માટેના વાહનોની યાદી બનાવી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

અધિકારીઓએ સાથે બેઠક યોજી કર્યા સૂચન

તાઉ’તે વાવાઝોડા સંદર્ભે જામનગર જિલ્લાના લોકોને અનુરોધ કરતા પ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, વાવાઝોડા દરમિયાન જિલ્લામાં જાનમાલની કોઈ નુકશાની ન થાય તે માટે લોકો સતર્ક રહે. ખેડૂત ભાઈઓ પોતાના પશુધન માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરી પશુઓને સલામત સ્થળે ખસેડે, ઉપરાંત પોતાના પાકોને સલામત સ્થળે રાખે. આ ઉપરાંત નાની-મોટી બીમારીથી પીડાતા વડિલો ડોક્ટરના સંપર્કમાં રહી આવશ્યક દવાઓ સાથે રાખે, જે ઘરમાં સગર્ભા બહેનો છે તેની વિશેષ કાળજી લેવી જોઈએ. સગર્ભા બહેનો નજીકના સલામત સ્થળે આશ્રય મેળવી સતત ડોક્ટરના સંપર્કમાં રહે, નાના બાળકોને ઘરની અંદર જ રાખવા, આ કુદરતી આપદામાં આપણે કોઈ ચોક્કસ આધારશીલા બાંધી શકતા નથી તેથી સૌ સતર્ક રહે તે ખુબ જ જરૂરી છે.

બેઠકમાં અનેક ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ તકે પ્રધાને વાવાઝોડા સંદર્ભે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, તંત્રએ વાવાઝોડાનો સામનો કરવા અંગેની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટેની તૈયારીઓ કરેલી છે તેમ છતા નાગરિકો પણ સતર્ક રહી આગોતરૂ આયોજન કરે તે ખુબ જરૂરી છે.

આ બેઠકમાં શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટ્ટુ, પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય અને અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.