અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી પટના જતી સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનમાં દિવ્યાંગો માટે અતિરિક્ત કોચની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અમદાવાદ મંડળના રેલવે મેનેજર દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, અગાઉ આ ટ્રેનમાં ગાર્ડ કેબિનની સાથે ફક્ત લગેજ અને પાવર જનરેટરની સુવિધા ઉપલબ્ધ હતી. જેને યાત્રીઓની માટે સુવિધા માટે હવે બુધવારે અમદાવાદથી પટના જતી ટ્રેનમાં અને ત્યાંથી પરત ફરતી ટ્રેનમાં સ્થાયી રૂપથી દિવ્યાંગ નાગરિકોને બેસવા માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી ઉપરોક્ત શ્રેણીના નાગરિકો આરામથી મુસાફરી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, રેલવેની નિયમિત પેસેન્જર સેવાઓ બંધ રહેતા, દિવ્યાંગોને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે રેલવે દિવ્યાંગો માટે વિચારવાનું શરૂ કરીને તેમના માટે ફરીથી સેવા પૂર્વવત કરવાનું શરૂ કર્યું છે.