જિલ્લામાં કોરોના પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઇ
ધન્વન્તરી રથ દ્વારા વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરવા જણાવ્યું
ગીર-સોમનાથ: જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને કોવીડ-19 સંદર્ભે અધિકારીઓએ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં તેમણે જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા થતી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
બંધ પડેલી એમ્બ્યુલન્સને વહેલીતકે રીપેરીંગ કરી ચાલુ કરવા જણાવાયું
આ બેઠકમાં તેમણે ઓકસીજનની જરૂરીયાત તથા તેની સ્થિતિ, રેડમસીવીર ઇન્જેકશનની જરૂરીયાત, આવશ્યક દવાઓની જરૂરીયાત, મેડીકલ પેરામેડીકલ સ્ટાફની ફાળવણી વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને જિલ્લામાં બંધ પડેલ એમ્બ્યુલન્સને વહેલીતકે રીપેરીંગ કરી ચાલુ કરવા જણાવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં બેડમાં કઇ રીતે વધારો થઇ શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ધન્વન્તરી રથ દ્વારા વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરવા જણાવ્યું હતું.
અનેક અધિકારીઓ તથા અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
આ બેઠકમાં અધિક કલેકટર ખાચર, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુશીલ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી બામણીયા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભાયા, સિવીલ સર્જન ડો.પરમાર, એપેડેમેક અધિકારીશ્રી ડો.નિમાવત સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.