મોરબી: રવાપર ગામમાં આવેલા યુનિટી એપાર્ટમેન્ટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોરબીના રવાપર ગામમાં આવેલા યુનિટી એપાર્ટમેન્ટના 10માં માળે રહેતા જગદીશભાઈ પ્રભુભાઈ અંબાણી પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમીને આધારે દરોડો કરી જુગાર રમતા જગદીશભાઈ પ્રભુભાઈ અંબાણી, પ્રવીણભાઈ પ્રભુભાઈ અંબાણી, શૈલેશભાઈ પ્રભુભાઈ ગામી, નીલેશભાઈ ઘનશ્યામભાઈ ભોરણીયા, વેલજીભાઈ છગનભાઈ કાસુન્દ્રા અને વિશાલભાઈ નરભેરામભાઈ મસોતને રોકડ રકમ રૂપિયા 4,86,500 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.