અલંગ ખાતે 9 નંબરનું સિગ્નલ લગાવાયું
અલંગ બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવી કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ
વાવાઝોડાની પરિસ્થિતિને લઈ SDRFની એક ટીમ અલંગ ખાતે સ્ટેન્ડબાય રખાઈ
ભાવનગર : જિલ્લામાં તોકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સોમવારે વાવાઝોડું પોતાનો કહેર વરસાવી શકે તેવી શક્યતાને લઈને ઘોઘા બંદર ખાતે અતિ ભયસૂચક 9 નંબરનું સીગલન લગાવી દેવામાં આવ્યું છે.ઉપરાંત વાવાઝોડાની પરિસ્થતિને લઈને SDRFની એક ટીમને ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
અલંગ બંદરે લાગ્યું ભયસૂચક સિગ્નલ
તોકતે વાવાઝોડાના પગલે શહેર તેમજ જિલ્લામાં ગઈ કાલ સાંજ થી તોકતે વાવાઝોડાની અસરની શરૂઆત થતા તેજ પવન ફૂકાવવાની શરૂઆત થઇ જતા તંત્ર દ્વારા અલંગ બંદર ખાતે દરિયાકિનારા પર 9 નંબરનું સિગ્નલ લગાવી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી તેજ ગતિએ કરવામાં આવી રહી છે ભાવનગરમાં વાવાઝોડું પોતાનો કહેર વર્તાવી શકવાની શક્યતાને લઈન અલંગ બંદર ખાતે અતિ ભયસૂચક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.