ETV Bharat / state

ગ્લોબલ વોર્મિગને પડકારવા કચ્છમાં 71મો જિલ્લા વન મહોત્સવ યોજાયો - Social forestry

રાજ્યના સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા 71મો જિલ્લા વન મહોત્સવ અબડાસા તાલુકાના રામપર (અબડા) ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે 6 લાભાર્થીઓને રૂપિયા 1 લાખ 13 હજારના ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ પ્રોજેકટ હેઠળ ચેક વિતરણ કરાયા હતા. તેમજ વૃક્ષ ખેતી યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂપિયા 48 હજારના ચેક અર્પણ કરાયા હતા.

ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ, કચ્છમાં 71મો જિલ્લા વન મહોત્સવ યોજાયો

author img

By

Published : Aug 6, 2020, 8:22 PM IST

કચ્છઃ રાજ્યના સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા 71મો જિલ્લા વન મહોત્સવ અબડાસા તાલુકાના રામપર (અબડા) ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. વીર અબડા અડભંગ દાદાની રામપર અબડાવાળી ખાતે 1000 જેટલા વૃક્ષારોપણના પ્રારંભ પ્રસંગે શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ. દરેક વૃક્ષ અને છોડનું આગવું મહત્વ છે. પ્રદૂષણને અટકાવવા અને સ્વાસ્થ્યવર્ધક રોગ પ્રતિકારક શકિત વધારવા પ્રારંભ કરેલા હરિયાળા ગુજરાતને સૌએ સાથે મળીને સાર્થક કરવાનું છે.

ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ, કચ્છમાં 71મો જિલ્લા વન મહોત્સવ યોજાયો
ગ્લોબલ વોર્મિગને પડકારવા સૌએ વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ, કચ્છમાં 71મો જિલ્લા વન મહોત્સવ યોજાયો
રાજ્યના વિકાસ કામો સાથે પર્યાવરણનું જતન અને જાળવણીની જવાબદારી નિભાવીએ. સરકારે જનમાનસમાં જનભાગીદારીના બીજ રોપી વિકાસ અને સમૃધ્ધિની કેડી કંડારી છે. દેશના સાંસ્કૃતિક અને સમૃદ્ધ વારસાને આપણા પૂર્વજોએ અપ્રતિમ યોગદાનથી જાળવ્યો છે. તેને વધુ દિપાવીએ. વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પર્યાવરણની પ્રદુષણમુકિત પણ જોવા મળી છે. રાજ્યની દિકરીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી પ્રારંભ થયેલી નિર્ધુમચુલા યોજના હેઠળ સરકારે પ્રદુષણમુકત પર્યાવરણનું પણ નિર્માણ કર્યુ છે. આ તકે તેમણે વન મહોત્સવની ઉજવણીના આયોજન તેમજ રામમંદિર શિલાન્યાસ પ્રસંગની કચ્છ જિલ્લામાં થયેલી ઉત્સાહભેર-ઉજવણીને બિરદાવી હતી.

કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ વીર અબડા દાદાની ભૂમિ પર રૂદ્રાણી ડેમ મધ્યે આવેલા ‘‘રક્ષક વન’’ પર્યાવરણનું જતન થશે એમ કહ્યું હતું. રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ભુજને રક્ષક વનની ભેટ બાદ હરિયાળા કચ્છના પ્રયાસમાં જન જન જોડાશે એમ ઉમેયું હતું. કુનરીયા અને મોટા આગરિયા જેવી ગ્રામ પંચાયતના સરાહનીય રાહચીંધનારા વૃક્ષારોપણને પણ આ પ્રસંગે તેમણે યાદ કર્યુ હતું. સામાજિક વનીકરણની વિનામૂલ્યે રોપા વિતરણથી જન જન લાભાન્વિત થઇ કુદરતી ત્રિવેણી સંગમ ધરાવતા કચ્છને હરિયાળો બનાવાશે એમ જણાવીને સાંસદે કચ્છના ખેડૂતોની ડ્રેગનફ્રુટને કમલમ ફ્રુટ નામની લાગણીને પણ આ તકે રજૂ કરી હતી.

નાયબ વન સંરક્ષક એસ.એમ.મુજાવરે સ્વાગત પ્રવચનમાં જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન વિવિધ જાતના 31.35 લાખ રોપાઓ જિલ્લાના 61 રોપા ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું. જેમાં ખાતાકીય વન મહોત્સવ નર્સરી અને મનરેગાનર્સરીમાં 20.65 લાખ, ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ પ્રોજેકટ અને ખાસ અંગભૂત નર્સરીમાં 7 લાખ રોપાઓ, ખાસ અંગભૂત એસએચજી ગ્રુપના 4 લાખ રોપાઓ જન ઉપયોગ માટે ઉછેરાયા છે.

આ પ્રસંગે 6 લાભાર્થીઓને રૂપિયા 1 લાખ 13 હજારના ડિસેન્ટ્રલાઇઝ સ્કીમ પ્રોજેકટ હેઠળ ચેક વિતરણ કરાયા હતા. તેમજ વૃક્ષ ખેતી યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂપિયા 48 હજારના ચેક અર્પણ કરાયા હતા. તેમજ બાર લાભાર્થીઓને નિર્ધૂમચુલા સહાય યોજના હેઠળ નિર્ધૂમચૂલા આપવામાં આવ્યા હતા. શિક્ષણ પ્રધાને આ પ્રસંગે કોરોના પ્રતિકારકવર્ધક વૃક્ષ રથનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ કરી 1000 વૃક્ષ વનનો પ્રારંભ પણ કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.