ETV Bharat / state

વડોદરા-ડભોઇ-કેવડિયા રેલ માર્ગ નિર્માણ માટે 6,13,628 ચો.મીટર જમીન પશ્ચિમ રેલવેને સોંપાઇ - latest news of Vadodara Railway

વડોદરા-ડભોઇ-કેવડિયા રેલ માર્ગ નિર્માણ માટે વડોદરા જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ, 6,13,628 ચો.મીટર જમીન પશ્ચિમ રેલવેને સોંપાઇ છે. જેમાં વડોદરા જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

વડોદરા
વડોદરા
author img

By

Published : Jun 9, 2020, 8:22 PM IST

નર્મદાઃ જિલ્લાનું કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લીધે વિશ્વ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દેશના મહત્વના પ્રવાસન સ્થળો તરીકે વિકસી રહેલા કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા-ડભોઇ-કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા આ કામગીરીની સતત રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવતી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું હતું. ડભોઇના પ્રાંત અધિકારી અને તાલુકા ટીમે 14 દરખાસ્તો હેઠળ તબક્કાવાર કામગીરી પૂર્ણ કરી છે.

વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનોના સમયબદ્ધ અને ઝડપી સંપાદન દ્વારા તેને સાકાર કરવામાં ખૂબ મહેનત કરી રહ્યું છે, અને લોકડાઉન વચ્ચે પણ આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની 6,13,628 ચો.મી. જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવેને સોંપી દીધો છે.

આ પ્રોજેક્ટ માટે ડભોઇ તાલુકાના કુલ 8 ગામોની જમીન મેળવવી જરૂરી હતી જેની કામગીરી જિલ્લા વહિવટી તંત્રની સાથે ડભોઇના પ્રાંત અધિકારી અને તાલુકા ટીમે 14 દરખાસ્તો હેઠળ તબક્કાવાર પૂરી કરી હતી. તેની સાથે વડોદરા જિલ્લાના ભાગે આવતી જમીન સંપાદનની નિર્ણાયક કામગીરી મહદઅંશે પૂરી થઈ છે.

આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે વડોદરાથી ડભોઇ વચ્ચેના હાલના રેલ માર્ગનું ગેજ રૂપાંતરણ અને ડભોઇથી કેવડીયા માટે નવો રેલ માર્ગ બિછાવવામાં આવી રહ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોના વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચૂકવણીનું બાકી કામ 15 દિવસમાં પૂરું કરી દેવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અગત્યના રેલ પરિવહન પ્રોજેક્ટ માટે જમીન આપનારા જમીન ધારકોને કુલ રૂ.31.91 કરોડની રકમ ચૂકવવામાં આવનાર છે. આ પૈકી રૂ.24.98 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.