- રાજકોટમાં બિલ્ડીંગના પાંચમા માળેથી બાળક નીચે પડી ગયું
- નાનામવા રોડ રાજનગર ચોકના બિલ્ડિંગની ઘટના
- 3 વર્ષીય બાળક નીચે પટકાતા મોત
રાજકોટ: રાજકોટના નાનામવા રોડ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગના પાંચમાં માળે રમતા રમતા નીચે પટકતા 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પાંચમા માળેથી નીચે પટકાતા બાળકની માતા તેને જોઇ જતા અચાનક બુમો પાડી હતી. જેને લઈને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પુત્રને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલી હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જેને લઈને વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
માતા રસોઈ બનાવતી હતી અને બાળક નીચે પડ્યું
પ્રાથમિક માહિતી મુજબ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગમાં ચોકીદારી કરતા અને ત્યાંજ રહેતા ખડગભાઇ સોમદના સવારે બીલ્ડીંગમાં નીચે હતા. તે દરમિયાન તેમની પત્ની તેના ત્રણ વર્ષના પુત્ર કુબેરને લઇને બિલ્ડીંગના પાંચમાં માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગયા હતા. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો. દરમ્યાન કુબેર રમતા રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. ઉલ્લેખનીય છે એ નેપાળી પરિવાર 10 દિવસ પૂર્વે જ અહીં બિલ્ડીંગમાં આવ્યા હતા. જ્યારે સમગ્ર મામલે માલવીયા પોલીસે વધુ તલાસ શરૂ કરી છે.