પોરબંદરઃ કોરોના ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે, 2 જુલાઇથી 8 જુલાઈ સુધીના આંકડામાં પોરબંદરમાં ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે એકનું મોત થયું છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં 159 કેસ પોઝિટિવ હતા. જેમાંથી ચારનો ઉમેરો થતાં પોઝિટિવ કેસનો આંકડો 163 સુધી પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6430 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં અત્યાર સુધીમાં 5ના કોરોના પોઝિટિવના કારણે મોત થયા હતા. જ્યારે વધુ એક દર્દીનું મોત થતાં મોતનો આંકડો છ સુધી પહોંચ્યો છે
પોરબંદરમાં માસ્ક ન પહેરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીનો દંડ 26 લાખ 51 હજાર બસો રૂપિયા પોરબંદર જિલ્લામાંથી વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે જાહેરનામાના ભંગના કેસની સંખ્યા 12597 છે. પોરબંદર જિલ્લામાં કુલ 1091 લોકોને ડિસ્ટ્રિક્ટ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી 6075નો કવોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થઇ જતાં મુક્ત કરવામાં આવ્યા છે અને હાલ 16 લોકો ડિસ્ટ્રિક્ટ કવોરેન્ટાિન છે.
પોરબંદર જિલ્લામાં કુલ 16910 લોકોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી 15261નું કવોરેન્ટાઇન પૂર્ણ થયું છે અને હાલ કુલ 1649 લોકો હોમ કવોરેન્ટાઇન થયા છે.