મોડે મોડે જાગ્યું AMC તંત્ર
કાઉન્સિલરોના બજેટમાંથી રૂ. 5 લાખની થશે ફાળવણી
કોર્પોરેશન દ્વારા બજેટમાંથી ખરીદાશે 50 વેન્ટિલેટર
અમદાવાદ: શહેરના પ્રથમ નાગરિક એવા મેયર તથા કોર્પોરેટરો કોરોનાના કપરા કાળમાં પોતાની ફરજમાંથી ઉણા ઉતર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે ત્યારે કોર્પોરેશન તરફથી કોઈપણ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સિદ્ધ કરવામાં નથી આવી. ચૂંટાયેલી પાંખના કાઉન્સિલરોએ ફક્ત પોતાનું બજેટ પ્રજાની સેવા માટે એટલે કે તેમની જરૂરિયાત પૂરતી ગ્રાન્ટ માટે આપવામાં આવે છે પરંતુ ઓક્સિજનની સર્જાયેલી અછતને પગલે કાઉન્સિલર દ્વારા અને મેયર દ્વારા પોતાના સ્પેશિયલ બજેટમાંથી વેન્ટિલેટર ની ખરીદી માટે રૂ. 5 લાખ ફાળવવામાં આવશે.
કુલ 50 જેટલા વેન્ટિલેટરની ખરીદી હાથ ધરવામાં આવશે
આગામી દિવસોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ આ ખરીદી પૂર્ણ કરે તેવી પણ શક્યતાઓ છે એટલે આજે 50 લીટરની ખરીદી થશે. આ તમામ વેન્ટિલેટર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં રાખવામાં આવશે 8 કરોડ ૧૧ લાખના સ્પેશિયલ બજેટમાંથી બજેટની ફાળવણી થશે અને અમદાવાદ શહેરમાં 50 નવા વેન્ટિલેટર પર મંગાવવામાં આવશે જોકે તંત્ર હવે આંખ ઉઘાડી છે ત્યારે હવે આગામી દિવસોમાં જનતાની સુખાકારી માટે કરે છે તે જોવું રહેશે.