- જૂનાગઢ જિલ્લા જેલમાં 14 કેદીઓ થયા કોરોના સંક્રમિત
- નવ પુરુષ અને ચાર મહિલા કેદી કોરોના સંક્રમિત એક કેદીનું અગાઉ થયું છે મોત
- કોરોના સંક્રમણ વધતા કેદીઓની પરિવારજનો સાથે મુલાકાત કરાવી બંધ
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા જેલમાં કોરોના સંક્રમણનો પગપેસારો વધુ આગળ વધ્યો છે. જેલમાં રહેલા કાચા કામના કેદીઓ 421 છે જે પૈકી 9 પુરુષ અને 4 મહિલા કેદીઓ કોરોના સંક્રમિત સામે આવ્યા છે. આ તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં તબીબી અને ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે કોરોના સંક્રમણની સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી થોડા દિવસ અગાઉ એક કેદીનું કોરોના સંક્રમણને કારણે મોત થયું છે ત્યારે આજે દેશની સર્વોચ્ચ અદાલતે કોરોના સંક્રમણ ને ધ્યાને લઇને જિલ્લા જેલમા વ્યવસ્થા સુનિયોજિત કરવા માટે પણ કેટલાક દિશાનિર્દેશો અને સૂચનો કર્યા છે જે મુજબ જુનાગઢ જિલ્લા જેલ તંત્ર દ્વારા આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાને રાખીને કેટલાક કોરોના સંક્રમણની તકેદારીના પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો - જૂનાગઢ જિલ્લા જેલમાં 14 જેટલા કેદીઓ કોરોના સંક્રમિત થયા
હાલ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે કેદીઓની સાથે પરિવારજનોની મુલાકાત કરાઈ બંધ
હાલ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા જેલમાં જેલ તંત્રના દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા દિવસો અને સમય મુજબ જેલમાં રહેલા કાચા કામના કેદીઓ માટે પરિવારજનોની મુલાકાત થઈ શકે તેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે હાલ પૂરતી આ વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં હવે રાજ્યના જેલ વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ અને આદેશ અનુસાર જેલ મેન્યુઅલમાં જે ફેરફાર સુચવવામાં આવશે તે મુજબ જૂનાગઢ જિલ્લા જેલતંત્ર તેના પર અમલવારી કરશે.
આ પણ વાંચો - રાજકોટ જેલમાં 19 કેદીઓ થયા કોરોના સંક્રમિત