મહિસાગરઃ જિલ્લામાં કડાણા ડેમનું જળ સ્તર જળવાઈ રહે તે મુજબ ઉપરવાસમાંથી જે મુજબ પાણીની આવક છે તે મુજબ જ ડેમમાંથી એક ગેટ ખોલી પાણીની જાવક કરવામાં આવી રહી છે. હાલમાં ડેમ ભયજનક સપાટીથી 1 ફૂટ ખાલી છે, ત્યારે કડાણા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
![કડાણા ડેમમાં પાણીનું જળસ્તર જાળવી રાખવા 1ગેટ ખોલાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11:55:38:1598595938_gj-msr-01-kadana-dem-gate-open-script-photo-gj10008_28082020103326_2808f_00371_146.jpg)
કડાણા ડેમના ઉપરવાસમાંથી 24,461 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું જળસ્તર 418 ફૂટ પર પહોંચ્યું છે. જે ભયજનક સપાટી 419 ફૂટ કરતાં ફક્ત 1 ફુટ ઓછું છે. હાલમાં ડેમનો એક ગેટ 2 ફૂટ ખોલી 3361 ક્યુસેક પાણી તેમજ ડેમના 4 પાવર હાઉસ કાર્યરત રાખી પાવર હાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી થઇ કુલ 23,361 ક્યુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 1100 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની જે મુજબ આવક છે તે મુજબ જાવક થઈ રહી છે. આમ કુલ પાણીની જાવક 22,461 ક્યુસેક છે.