ETV Bharat / state

યોગ દીન નિમિત્તે તાપીમાં જિલ્લા સ્તરે બેઠક યોજાઇ - teacher

તાપીઃ યુનો દ્વારા તારીખ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા આગામી ૨૧મી જુને યોજાનારા પાંચમા વિશ્વ યોગ દિનની ઉજવણીના આયોજન અંગે વ્યારા ખાતે  કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

યોગ દીન નિમીતે તાપીમાં જિલ્લા સ્તરે બેઠક યોજાઇ.
author img

By

Published : Jun 8, 2019, 3:25 AM IST

તાપીમાં યોગ દિન નિમીતે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં કલેકટર નિનામા દ્વારા આ દિને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. જેના આયોજન માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતવાર ચર્ચા કરી કાર્યક્રમ સંદર્ભે જિલ્લા /તાલુકા કક્ષાની સંકલન સમિતિઓનું ગઠન , નોડલ અધિકારીઓની નિમણુક , જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્થળોની પસંદગી, ભાગ લેનારાઓનું રજીસ્ટ્રેશન કરવા સહિતની બાબતે ઉપયોગી માર્ગદર્શન અપાયુ હતું.

ખાસ કરીને વિવિધ સમિતીઓની રચના કરી, ઉચ્ચાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ સયાજી ગ્રાઉન્ડ વ્યારા ખાતે કરવામાં આવશે. લોકો જીવનમાં યોગનું મહ્ત્વ સમજી વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક સ્તરે પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા સબંધિત અધિકારીઓને ખાસ સુચના આપી હતી.

શાળા-કોલેજો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ વિશ્વયોગ દિનની ઉજવણી કરાશે. આ સૌ કોઈ ઉમંગ અને ઉત્સાભેર જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરાઈ છે.

જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવાએ કાર્યક્રમ અંગે વિગતો આપી આગામી ૭ મી જુનથી ૧૪મી, જુન દરમિયાન જિલ્લાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપવી તારીખ ૧૪ થી ૨૦ જુન દરમિયાન ભાગ લેનારાઓને તાલીમ આપવામાં આવશે એમ જણાવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનિયાએ કર્યુ હતુ.

બેઠકમાં નાયબ કલેક્ટર પુરવઠા નૈતિકા પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, શિક્ષણાધિકારી પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, મામલતદાર/તાલુકાવિકાસ અધિકારીઓ સહિત ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુનો દ્વારા તા. ૨૧મી, જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા આગામી ૨૧મી જુને યોજાનારા પાંચમા વિશ્વ યોગ દિનની ઉજવણીના આયોજન અંગે વ્યારા ખાતે  કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
           બેઠકમાં કલેકટર નિનામા દ્વારા આ દિને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. જેના આયોજન માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતવાર ચર્ચા કરી કાર્યક્રમ સંદર્ભે  જિલ્લા /તાલુકા કક્ષાની સંકલન સમિતિઓનું ગઠન , નોડલ અધિકારીઓની નિમણુંક , જિલ્લા અને તાલુકા કક્ષાએ યોગદિન ઉજવણીના સ્થળોની પસંદગી તેમજ  ઉજવણીમાં ભાગ લેનારાઓનું રજીસ્ટ્રેશન કરવા સહિતની બાબતે ઉપયોગી માર્ગદર્શન અપાયુ હતું. ખાસ કરીને વિવિધ સમિતીઓની રચના કરી ઉચ્ચાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વખતે પણ  જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સયાજી ગ્રાઉન્ડ વ્યારા  ખાતે કરવામાં આવશે . લોકો જીવનમાં યોગનું મહ્ત્વ સમજી વધુમાં વધુ જોડાય તે માટે  સ્થાનિક સ્તરે પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવા સબંધિત અધિકારીઓને ખાસ સુચના આપી હતી. 
      શાળા-કોલેજો સહિત તમામ સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ વિશ્વયોગ દિનની ઉજવણી કરાશે. આ ઉજવણીમાં સૌ કોઈ ઉમંગ અને ઉત્સાભેર જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરાઈ છે. 
         જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવાએ કાર્યક્રમ અંગે વિગતો આપી આગામી ૭મી, જૂનથી ૧૪મી, જૂન દરમિયાન જિલ્લાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપી તા. ૧૪ થી ૨૦ જૂન દરમિયાન ભાગ લેનારાઓને તાલીમ આપવામાં આવશે એમ જણાવ્યું હતું. સમગ્ર બેઠકનું  સંચાલન અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનિયાએ કર્યુ હતુ.
     બેઠકમાં નાયબ કલેક્ટર પુરવઠા શ્રીમતી નૈતિકા પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામા, કાર્યપાલક ઇજનેર એ.જી.વસાવા, શિક્ષણાધિકારી પટેલ, પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, મામલતદાર/તાલુકાવિકાસ અધિકારીઓ સહિત ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.