- કોરોના વાઇરસનો કહેર
- જિલ્લામાં રસીકરણ બાબતે ગેર માન્યતાઓ
- જિલ્લામાં લોકજાગૃતિ અભિયાન હાથ ધરાયું
તાપીઃ જિલ્લાના નિઝર તાલુકાના જુનીભીલભવાલી ગામે મામલતદાર નિઝર, તાલુકા વિકાસ અધિકારી, મુખ્ય શિક્ષક, આશાવર્કરના સંકલનથી ગ્રામજનોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. કોરોના સંદર્ભે પ્રવર્તમાન અફવાઓ બાબતે સાચી માહિતી આપી અજ્ઞાનતા દૂર કરવામાં આવી હતી. દરેક કુટુંબના સભ્યો સાથે રસી ન લેવાનું કારણ જાણી ચર્ચા કરી કોરોના મહામારીથી બચવા વેક્સિનેશન કારગર ઉપાય છે તેની સમજ આપવામાં આવી છે. જેના પગલે ગ્રામજનો કોરોના પ્રતિરોધક રસી મૂકાવવા સંમત થયા હતા.
આ પણ વાંચોઃ ગાંધીનગર મનપા વિસ્તારમાં અત્યાર સુધી 1,01,954 લોકોને વેક્સિન આપવામાં આવી
મજુરોને કોરોના પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા
ડોલવણ તાલુકાના પલાસીયા ગામ તથા ઉચ્છલ તાલુકાના વાઘસેપા ગામે મનરેગા યોજના અંતર્ગત ચાલું કામોના સ્થળો ઉપર મજુરોને રસીકરણ માટે તાલુકા વિકાસ અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપી કોરોના પ્રતિરોધક રસી મૂકાવવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ડોલવણ તાલુકાના ગડત ગામે દુધમંડળી દ્વારા લોકોને કોરોના મહામારીને નાથવા રસીકરણની અનિવાર્યતા, ફાયદા અંગે લોકજાગૃતિ કેળવવામાં આવી હતી. કોરોનાની બીજી લેહેર ગામ સુધી પહોંચી છે ત્યારે ગામના તમામ લોકો કોરોના પ્રતિરોધક રસી મૂકાવે તથા કોવિદ-19ની તમામ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે ખુબ જરૂરી છે.
આ પણ વાંચોઃ મોરબીમાં 45થી વધુની ઉંમરના લોકો માટે ફરી રસીકરણ શરુ