હાલ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની ખેતી મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના વની, અભોણા, કરવણ, લસનગાવ, નાંદુરી તેમજ પીપલનેરમાં થતી હોય છે. જ્યાંથી ડુંગળીનું વેચાણ મોટા શહેરોના APMC માર્કેટમાં થાય છે. સુરત જિલ્લાાના સ્થાનિક શાકભાજી માર્કેટમાં ડુંગળી તેમજ અન્ય લીલા શાકભાજીના ભાવ બમણા થવા પામ્યા છે. ખાસ કરીને ડુંગળી કે, જે 20 રૂપિયે કિલો વહેંચાતી હતી જે ભાવ વધીને હાલ 80 રૂપિયે કિલો પર પહોંચી છે. જેના કારણે વેચાણમાં પણ 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
શાકભાજીના ભાવઃ
શાકભાજી | ભાવ (પહેલા) | ભાવ (હાલ) |
ડુંગળી | 20રૂપિયા | 80રૂપિયા |
રીંગણ | 60રૂપિયા | 100રૂપિયા |
લસણ | 140રૂપિયા | 200રૂપિયા |
તુવેર | 80રૂપિયા | 160રૂપિયા |
લીલા ધાણા | 50રૂપિયા | 120રૂપિયા |
પાપડી | 50રૂપિયા | 90રૂપિયા |
ફણસી | 40રૂપિયા | 90 રૂપિયા |
વટાણા | 80રૂપિયા | 160રૂપિયા |
લીલું લસણ | 160રૂપિયા | 240રૂપિયા |
લીલા મરચા | 20રૂપિયા | 50રૂપિયા |
લીંબુ | 80રૂપિયા | 130 રૂપિયા |
શાકભાજીઓમાં ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ આજે ગરીબોને રડાવી રહ્યા છે. મધ્યમ પરિવારની ગૃહિણીઓ કે જેમને આજે શાકભાજીના ભાવો બમણા થતાં પોસાતા નથી તો સામાન્ય ગરીબ પરિવાર ક્યાંથી શાકભાજી ખાઇ શકે અને તેથી જ હાલ લોકો લીલા શાકભાજીને બદલે કઠોળ તરફ વળ્યા છે. એટલું જ નહીં વેપારીઓથી લઇને સામાન્ય લોકો શાકભાજીના ભાવ ઘટે તેની રાહ જોઇ રહ્યાં છે.