- તાપીમાં ધોળા દિવસે બંદૂકની અણીએ પેટ્રોલ પંપ પર લૂંટ
- સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
- પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
તાપી: વ્યારાના માયપુર વિસ્તારમાં આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પર બે શખ્સો બજાજ કંપનીની બાઈકમાં પેટ્રોલ પુરાવવા આવ્યા હતાં. જે બાદ પેટ્રોલ પંપના જમણી બાજુ ખુલી બાજુ પર બંને શખ્સો ઊભા રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ બંને શખ્સો પેટ્રોલ પંપની ઓફિસે પહોંચી બંદૂક બતાવી પંપના કામ કરતા કારીગરોને બંદૂક અને ચપ્પુની અણીએ બંને લૂંટારૂઓ એ રૂપિયા 94 હજાર રૂપિયાની રોકડ તથા એક નંગ મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી તાપી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણનાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ઘુમા ગામે પરિવારને બંધક બનાવી દાગીના સહિત 1.90 લાખની લૂંટ
કુલ મળી રૂપિયા 94,773 ની લૂંટ કરી
સવારે નવ વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સો બંદુક અને ચપ્પુની અણીએ કરેલી પેટ્રોલ પંપની લૂંટ ત્યાં લાગેલા CCTV માં કેદ થઈ છે. જેમાં પેટ્રોલ પંપના કારીગરો ઓફિસમાં હતા. પંપના કારીગરો ઓફિસમાં બેસી કામ કરી રહ્યા હતા, ત્યારે બે લૂંટારૂઓ ઘસી આવ્યા હતા. તેમણે તમંચો અને ચપ્પુ બતાવી બળજબરી પૂર્વક પંપના કારીગરોને બંધક બનાવી બંદૂક અને ચપ્પુની અણીએ ઓફિસના મેનેજર અને કર્મચારી પાસે કુલ 95 હજારથી વધુ ની રોકડ રકમ અને 1 નંગ મોબાઈલ લઈને નાસી છૂટ્યા હતા. કુલ મળી રૂપિયા 94,773 ની લૂંટીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Agra Robbery: આગ્રામાં થઈ 17 કિલો સોનાની લૂંટ, 3 કલાકમાં થયો ખુલાસો