- તાપીમાં આદિવાસી લોકોને રોજગારી મળે તે હેતુથી નવી પહેલ
- વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કરી પહેલ
- તાપીના વ્યારામાં વનશ્રી ભોજનાલયનો કરાવ્યો પ્રારંભ
તાપીઃ છેલ્લા ઘણા સમયથી તાપી જિલ્લાના (Tribal Restaurant in Tapi) વનવિભાગ દ્વારા આદિવાસીઓની પરંપરાગત કળા અને તેમના ખોરાકની લોકોને (tribal traditional food) જાણ થાય તેમ જ લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ વ્યારા ખાતે ત્રણ નાહરી કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. આ માટે ખાસ આદિવાસી મહિલાઓને ટ્રેનિંગ (Training tribal women in Tapi) પણ આપવામાં આવી હતી.
સખી મંડળ મહિલાઓને આપે છે તાલીમ
જોકે, પરંપરાગત વાનગીઓમાં નવીનતા સાથે આધુનિકતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓને સખી મંડળ થકી રોજગાર મળી રહે તે માટે ટ્રેનિંગ (Training tribal women in Tapi) આપી હતી અને આ જ હેતુથી લોકોને આદિવાસી પરંપરાગત સાત્વિક ભોજન (tribal traditional food) મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગ (Tapi Forest Department and District Rural Development Agency) સાથે મળીને નાહરી ભોજનલયની શરૂઆત કરી હતી. જોકે, નાગલી અને અલગ અલગ રીતે આધુનિક ઢબે પણ બનાવવામાં આવે છે. એ માટે માહિલાઓને હાલ ટ્રેનિંગ (Training tribal women in Tapi) પણ આપવામાં આવી હતી.
આદિવાસી પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવા દૂરદૂરથી લોકો આવે છે
વ્યારાનાં પાનવાડી ખાતે વન વિભાગના સહયોગથી કેમ્પ યોજના અંતર્ગત છેલ્લા 1 વર્ષથી ચાલતાં નાહરી ભોજનાલય વનશ્રી રેસ્ટોરાંમાં (Vyara's Vanshree Restaurant ) કરંજવેલ ગામની આદિવાસી બહેનો આદિવાસી પરંપરાગત વાનગીઓ બનાવે છે, જેને માણવા દૂરદૂરથી લોકો અહીં આવે છે. વાંસની બનાવટમાંથી તૈયાર થયેલું આ વનશ્રી રેસ્ટોરાં બહારથી પણ ખૂબ જ આકર્ષક લાગતું હોવાથી અહીંથી પસાર થતા લોકો ભોજનનો સ્વાદ માણવા પ્રેરિત થઈ જતાં હોય છે. આજના આધુનિક યુગમાં લોકોને ફાસ્ટ ફૂડ તરફ દોટ મૂકી પોતાના આરોગ્યને બગાડી રહ્યા છે ત્યારે આ ભોજનલયમાં બપોરે અને સાંજના ગાળામાં પરંપરાગત આદિવાસી વાનગીઓ સાથેનું સાત્વિક ભોજન મળી રહે છે, જે શરીર માટે ખૂબ જ આરોગ્યવર્ધક અને ગુણકારી છે.
આર્થિક રીતે પોષાય તેવું ભોજન મળી રહે છે
તાપી જિલ્લામાં મુખ્ય મથક વ્યારામાં પાનવાડી ખાતે લોકો શુદ્ઘ અને સાત્વિક ભોજન (tribal traditional food) મળી રહે તે હેતુસર વન વિભાગના સહયોગથી આદિવાસી બહેનોએ (Employment of tribal women) વનશ્રી રેસ્ટોરાં (Vyara's Vanshree Restaurant) શરૂ કર્યું છે, જેમાં કરંજવેલ ગામની 9-10 જેટલી આદિવાસી બહેનો કામ કરી રોજગારી (Employment of tribal women) મેળવી રહી છે. આ ભોજનાલયના નાગલી, જૂવાર, ચોખાનાં રોટલા સહિત ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલા શાકભાજીનું સરસ શરીરને ઉપયોગી અને આર્થિક રીતે પણ પોષાય તેવું ભોજન મળી રહે છે, જેથી સારા પ્રમાણમાં લોકો અહીં ભોજન માટે (tribal traditional food) આવવાનુ પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે ઘરથી કામ માટે જતા લોકો 5-6 વાગ્યે ઘરે જવા માંડતા હોય છે ત્યારે આ રેસ્ટોરાંમાં કામ કરતી બહેનો રાત્રે 9 વાગ્યા સુધી કામ કરી રોજના 300 રૂપિયો કમાવી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે.