- એક કટલરીના વેપારીની બાઇક ઉચકી લઇ ગયા હતા
- સોનગઢમાં લુખ્ખા તત્વોના આતંકની ફરિયાદ સામે આવી
- કિરણ અને વીકીએ અજીતભાઈ કુરેશીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી
તાપીઃ સોનગઢમાં લુખ્ખા તત્વોના આતંકની ફરિયાદ સામે આવી છે. જેમાં એક કટલરીના વેપારીની બાઇક ઉચકી લઇ ગયા બાદ યેનકેય પ્રકારે રૂપિયા 10 હજારની ઉઘરાણી કરી વેપારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ વાંકાનેરમાં પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવીને જાનથી મારી નાખવાની ધમકી
અજીત કુરેશી પાસે 10 હજારની ઉઘરાણી કરી
સોનગઢના શ્રીરામ નગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને કટલરીનો વેપાર કરી જીવનગુજરાન ચલાવતા 30 વર્ષીય અજીતભાઈ ઈસ્માઈલભાઈ કુરેશીએ શુક્રવારે પોલીસ મથકે કરેલી ફરિયાદ અનુસાર, કિરણભાઇ ગિરધારીભાઇ મહાર અને વીકી સોનાર નામના શખ્સ 21મી મેના રોજ પૂછ્યા વગર બાઈક ઉચકી ગયા હતા. ત્યાર બાદ અજીત કુરેશી પાસે 10 હજારની ઉઘરાણી કરી હતી.
સ્થાનિકો વચ્ચે પડતા સમગ્ર મામલે સમાધાન કરી અજીતભાઈને બાઈક પરત અપાવી
અજીતભાઈએ તેમને કહ્યુ હતું કે, તમે સાના પૈસા માંગો છો, મારે તમને કોઇ પૈસા આપવા નથી. જો કે, તે વખતે સ્થાનિકો વચ્ચે પડતા સમગ્ર મામલે સમાધાન કરી અજીતભાઈને બાઈક પરત અપાવી હતી. ત્યારબાદ 27મી મેના રોજ કિરણ અને વીકી બન્ને અજીતભાઈના ઘરે પહોંચી 10 હજાર રૂપિયાની ઉઘરાણી શરુ કરી હતી.
આ પણ વાંચોઃ વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
બન્ને લુખ્ખા તત્વો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જો કે, અજીતભાઇએ રૂપિયા આપવાની ના પાડતા કિરણ અને વીકીએ અજીતભાઈ કુરેશીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કટલરીના વેપારી અજીતભાઇ કુરેશીની ફરિયાદના આધારે 4જૂને કિરણભાઈ ગિરધારીભાઈ મહાર અને વીકી સોનાર બન્ને લુખ્ખા તત્વો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.