ETV Bharat / state

તાપી જિલ્લામાં કોરોનાના કેસનો આંક 3695 પર પહોંચ્યો - tapi corona case

તાપી જિલ્લામાં 15મેના રોજ કોરોના પોઝિટિવના વધુ 19 કેસ નોંધાયા છે. તાપી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો 3695 પર પહોંચ્યો છે. વધુ એક દર્દીએ કોરોનાની સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ જિલ્લામાં રેપીડ ટેસ્ટની લાઈનો ખુટી છે અને ટેસ્ટ ઓછા થઈ જતાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

તાપી જિલ્લામાં કોરોનાનો આંકડો 3695 પર પહોંચ્યો

author img

By

Published : May 16, 2021, 10:09 AM IST

  • જિલ્લામાં વધુ 19 કોરોના પોઝિટિવના કેસો નોંધાયા
  • કોરોનાથી સાજા થતાં દર્દીઓની દિન પ્રતિદિન સંખ્યામાં વધારો
  • કોરોનાના કેસમાં જિલ્લાના અન્ય તાલુકાની તુલનામાં ઉચ્છલ તાલુકો વધુ સુરક્ષિત કહી શકાય

તાપીઃ 15મેના રોજ કોરોના પોઝિટિવના વધુ 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તાપી જિલ્લામાં કોરોનાનો કુલ આંક 3695એ પહોંચ્યો છે. RT-PCR અને રેપીડ ટેસ્ટના વ્યારા અને ડોલવણમાં 327 સેમ્પલ પૈકી 17 વાલોડમાં, 135 સેમ્પલ પૈકી 2 કેસ મળીને 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ તાપીમાં છેલ્લા 24 કલાકમાં નવા 33 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

એકસાથે 70 દર્દીઓ કોરોનાની સારવારથી સાજા થતા રજા આપી હતી

કોરોના સારવાર દરમિયાન વધુ એક દર્દીએ પોતાનો જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક 117 થયો છે. જિલ્લામાં કોરોનાથી સાજા થતા દર્દીઓની દિન-પ્રતિદિન સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એકસાથે 70 દર્દીઓ કોરોનાની સારવારથી સાજા થતા રજા આપી હતી.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 605 લોકો સારવાર હેઠળ છે

જિલ્લામાં કોરોના કેસને લઈ એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 605 લોકો સારવાર હેઠળ છે. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રેપીડ એન્ટીજન ટેસ્ટની કીટો પૂરતા પ્રમાણમાં હોવાથી ટેસ્ટ કરાવવા આવતાં લોકો માટે રાહત થઈ છે.

આ પણ વાંચોઃ ભુજના દેશલપર વાંઢાય ગામમાં અત્યાર સુધી કુલ 430 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તાપી જિલ્લાનો કોરોના વાઇરસથી સૌથી સુરક્ષિત તાલુકો ઉચ્છલ

છેલ્લા બે મહિનાથી તાપીમાં કોરોના વાઇરસની બીજી લહેરે તબાહી મચાવી છે. જિલ્લામાં કોરોનાની શરૂઆતથી લઈ અત્યાર સુધી જો જનસંખ્યાના આધારે આંકડાઓ પર નજર કરીએ, તો જિલ્લાના અન્ય તાલુકાની તુલનામાં ઉચ્છલ તાલુકો વધુ સુરક્ષિત કહી શકાય. પરંતું આપણે આ આંકડાઓની તુલના દરેક તાલુકાની જનસંખ્યાના આધારે કરીએ, તો તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ, કુક્કરમુંડા અને નિઝર જેવા તાલુકાની સરખામણીએ ઉચ્છલ સુરક્ષિત તાલુકો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.