ETV Bharat / state

નિવૃત શિક્ષકે પર્યાવરણના પડકાર સામે બાથ ભીડી, 10 હજાર આંબાની કલમનું વિનામુલ્યે કર્યુ વિતરણ - Gujarati news

તાપીઃ વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે, ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક શિક્ષકે કમર કસી છે. 34 વર્ષથી વધારે શિક્ષણ કાર્યની સફરને પૂર્ણ કરી નિવૃત્ત થયેલા શિક્ષકે આરામદાયક જીવન જીવવાને બદલે પર્યાવરણના રક્ષણ માટેનો અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. નિવૃત શિક્ષકે 37 જેટલી પ્રાથમિક શાળાઓના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 10 હજાર જેટલી આંબાની કલમો વિતરણ કરી પર્યાવરણના પડકારો સામે બાથ ભીડી છે.

નિવૃત શિક્ષક
author img

By

Published : Jul 19, 2019, 8:22 PM IST

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ 2018ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ પર્યાવરણની જાળવણી માટે શિક્ષણ પ્રેમી છોટુભાઈએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે. છોટુભાઈ પટેલે મહુવા તાલુકાની 137 જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને આંબાની કલમો આપી બાળકોને પર્યાવરણની સુરક્ષા કરવા માટે સલાહ આપી છે.

Tapi
નિવૃત શિક્ષકે 10 હજાર આંબાની કલમનું વિનામુલ્યે કર્યુ વિતરણ

માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. જ્યારે સ્કુલમાં બાળકોને છોટુભાઈ જ્યારે અભ્યાસ કરાવતા ત્યારે વિજ્ઞાન પ્રદર્શનમાં એક સમયે ધુમાડાના શુધ્ધિકરણનો પ્રોજેકટ પ્રદર્શિત કર્યો હતો જે નેશનલ કક્ષાએ પહોંચ્યો હતો. ધરતીમાતા વૃક્ષોથી આચ્છાદિત થાય તો હવાનું શુધ્ધિકરણ ઝડપથી થાય. છોટુભાઈએ કહ્યું કે, પર્યાવરણના જતન માટે આપણે પણ કંઈક કરવું જોઈએ તે આશયથી તાલુકાની દરેક શાળામાં પોતે જાતે મજુરો સાથે ટેમ્પો લઈને વિતરણનું ભગીરથ કાર્ય કર્યું છે. સામાન્ય રીતે એક આંબાની કલમ 80 થી 100 રૂપીયાના ભાવે મળે છે, પરંતુ બાળકોને વિનામૂલ્યે આપીને મિશાલ પુરી પાડી છે.

ફેબ્રુઆરીમાં શિક્ષક છોટુભાઈએ વાંસદા તાલુકાના વણારસી ગામેથી કલમ લાવીને ઘરની પાછળના વાડામાં બેડ બનાવીને રોપાણ કર્યું હતું. હાલ ચોમાસાનો સમય હોવાથી કલમથી વૃધ્ધિ સારી રીતે થઈ શકે તે માટે વિતરણ કરવામાં આવ્યું છે. છોટુભાઈ કહે છે કે, સરકારી સ્કુલોમાં મોટાભાગે હળપતિ, નાયકા તથા અન્ય આદિજાતિ પરિવારના ગરીબ બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી મોટા ભાગના પરિવારો જમીન વિહોણા અને ખેતમજુર તરીકે કાર્ય કરે છે. જેથી આ ગરીબ પરિવારના નાના ભુલકાઓ આંબાની કલમ ઘરે કે વાડામાં વાવીને ચાર વર્ષ બાદ મીઠી મધુર કેસર કેરીની સોડમ ઘર બેઠા માણી શકશે. શિક્ષણ કાર્યમાં ધગશના કારણે 2011 માં છોટુભાઈને ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ શિક્ષક’નો એવોર્ડ, 2014માં મોરારીબાપુના હસ્તે ‘ચિત્રકુટ એવોર્ડ’ અને 2018માં કોલ્હાપુર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષક ભુષણ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

Tapi
નિવૃત શિક્ષકે 10 હજાર આંબાની કલમનું વિનામુલ્યે કર્યુ વિતરણ

મહુવા તાલુકાની બુધલેશ્વર પ્રાથમિક શાળાથી આંબાની કલમ વિતરણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે શાળાના મુખ્ય શિક્ષક પ્રફુલ્લ પટેલ, મહુવાના રાઉન્ડ ફોરેસ્ટર રાજેશ નકુમ તથા અન્ય શિક્ષકોએ પણ આ સેવા કાર્યને બિરદાવી હતી. બુધલેશ્વર શાળામાં આંબાની કલમ મળવાની ખુશી વ્યકત કરતી ધો.7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવીકુમારી પટેલે જણાવ્યું કે, પર્યાવરણના રક્ષણની સાથે ભવિષ્યમાં ઘર બેઠા કેરી પણ ખાઈ શકીશું.

Intro:વિશ્વ જયારે ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો પૂરું વિશ્વ કરી રહ્યું છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે એક શિક્ષકે કમર કસી છે. 34 વર્ષથી વધારે સમયથી શિક્ષણ કાર્યની સફરને પૂર્ણ કરીને નિવૃત્ત થયેલા શિક્ષકે આરામદાયક જીવન જીવવાને બદલે પર્યાવરણના રક્ષણ માટેનો અનોખો સંદેશો આપ્યો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઈ ગામના નિવૃત્ત શિક્ષક છોટુભાઈ ખુશાલભાઈ પટેલ 2018 ના વર્ષમાં શિક્ષકની સેવામાંથી સેવાનિવૃત્ત થયા બાદ પર્યાવરણની જાળવણી માટે અન્યન્ય તમન્નાએ શિક્ષણ પ્રેમી એવા છોટુભાઈએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાની પ્રેરણા પુરી પાડી છે. છોટુભાઈ પટેલે મહુવા તાલુકાની 137 જેટલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના 10,000 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે 10 હજાર જેટલી આંબાની કલમો એનાયત કરીને પર્યાવરણના પડકારો સામે બાથ ભીડી છે.

Body:માનવીનાં અને સમગ્ર જીવસૃષ્ટિનાં સંરક્ષણ માટે પર્યાવરણનું સંરક્ષણ જરૂરી છે. જયારે સ્કુલમાં બાળકોને છોટુભાઈ જ્યારે અભ્યાસ કરાવતા ત્યારે વિજ્ઞાન પ્રદર્શનમાં એક સમયે ધુમાડાના શુધ્ધિકરણનો પ્રોજેકટ પ્રદર્શિત કર્યો હતો. જેને નેશનલ કક્ષાએ લઈ ગયા હતા. ધરતીમાતા વૃક્ષોથી આચ્છાદિત થાય તો હવાનું શુધ્ધિકરણ ઝડપથી થાય. છોટુભાઈએ કહ્યું કે, પર્યાવરણના જતન માટે આપણે પણ કંઈક કરવું જોઈએ તેવા આશયથી મહુવા તાલુકાની 137 જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને પ્રત્યેક બાળકદિઠ એક-એક આંબાની ચીપ કલમનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે. તાલુકાની દરેક શાળામાં પોતે જાતે મજુરો સાથે ટેમ્પો લઈને દરેક શાળાઓ જઈને વિતરણનું ભગીરથ કાર્ય કર્યું છે. સામાન્ય રીતે એક આંબાની કલમ રૂા.80 થી 100 ભાવે મળે છે. પણ બાળકોને વિનામૂલ્યે આપીને મીશાલ પુરી પાડી છે.

Conclusion:ફેબ્રુઆરીમાં શિક્ષક છોટુભાઈએ જઈને વાંસદા તાલુકાના વણારસી ગામેથી કલમ લાવીને ઘરની પાછળના વાડામાં બેડ બનાવીને કલમનું રોપાણ કર્યું હતું. હાલ ચોમાસાનો સમય હોવાથી કલમથી વૃધ્ધિ સારી રીતે થઈ શકે તે માટે વિતરણ કરવામાં આવ્યું છે. છોટુભાઈ કહે છે કે, સરકારી સ્કુલોમાં મોટાભાગે હળપતિ, નાયકા તથા અન્ય આદિજાતિ પરિવારના ગરીબ બાળકો અભ્યાસ કરે છે. જેમાંથી મોટા ભાગના પરિવારો જમીન વિહોણા અને ખેતમજુર તરીકે કાર્ય કરે છે. જેથી આ ગરીબ પરિવારના નાના ભુલકાઓ આંબાની કલમ ઘરે કે વાડામાં વાવીને ચાર વર્ષ બાદ મીઠી મધુર કેસર કેરીની સોડમ ઘર બેઠા માણી શકશે. શિક્ષણ કાર્યમાં ધગશના કારણે 2011 માં છોટુભાઈને ‘ઓલ ઈન્ડિયા બેસ્ટ શિક્ષક’નો એવોર્ડ પણ મળી ચૂકયો છે. તથા 2014માં મોરારીબાપુના હસ્તે ‘ચિત્રકુટ એવોર્ડ’ તથા 2018માં મહારાષ્ટ્ર રાજયના કોલ્હાપુર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષક ભુષણ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. મહુવા તાલુકાની બુધલેશ્વર પ્રાથમિક શાળાથી આંબાની કલમ વિતરણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે શાળાના મુખ્ય શિક્ષક પ્રફુલ્લભાઈ પટેલ, મહુવાના રાઉન્ડ ફોરેસ્ટર રાજેશભાઈ નકુમ તથા અન્ય શિક્ષકોએ પણ આ સેવા કાર્યને બિરદાવ્યો હતો. બુધલેશ્વર શાળામાં આંબાની કલમ મળવાની ખુશી વ્યકત કરતી ધો.7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવીકુમારી પટેલે જણાવ્યું કે, પર્યાવરણના રક્ષણની સાથે ભવિષ્યમાં ઘર બેઠા કેરી પણ ખાઈ શકીશું. 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.