તાપી: એક બાજુ ચોમાસું આવવાની તૈયારીમાં છે. તો બીજી બાજૂ તંત્રની બેદરકારી તાપીમાં સામે આવી છે. સરકાર તરફથી પુલ માટે કરોડ રુપિયા તો ફાળવી દેવામાં આવે છે. પંરતુ જયારે કામની વાત આવે ત્યારે સ્થાનિક તંત્ર જાણે આળસ કરી બેસતું હોય તેવું સામે આવે છે. તાપી જિલ્લાના વ્યારાના માયાપુર ગામ અને વાલોડ દેગામા ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કર્યું હતું. આ પુલ નું લોકાર્પણ થાય તે પહેલા જ પુલ ધરાશાઈ થવાના કારણે આ પુલ સાથે સંલગ્ન 15 જેટલા ગામના લોકોમાં આક્રોશ ફેલાયો છે.
જરૂરી કાર્યવાહી કરવામાં આવશે: પંદર જેટલા ગામોને જોડતો આ પુલનું કામ સુરતની અક્ષય એન્જસી ને સોંપવામાં આવ્યું હતું. પુલ લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે સંબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારી સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે આ અંગે તલસ્પર્શી તપાસ કરી એન્જસી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે પુલના તકલાદી બાંધકામ ને લઈને પુલ લોકાર્પણ પહેલા ધરાશય થયો છે. જેથી મોટી જાનહાની ટળી છે. પરંતુ આ પુલના બાંધકામ ચોક્કસ પણે મોટો ભ્રષ્ટાચાર થયો છે. જે અંગે તલસર્પશી અને ન્યાય કી તપાસ થાય તે અંગે સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.
-
गुजरात: तापी के व्यारा तहसील के मायपुर और देगामा गांव को जोड़ने वाली सड़क पर मिंधोला नदी पर बना पुल टूटा। पुल के टूटने से करीब 15 गांव प्रभावित हुए हैं।
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
कार्यपालक इंजीनियर नीरव राठौड़ ने बताया, "पुल के निर्माण का कार्य 2021 में शुरू हुआ था, जिसकी लागत 2 करोड़ रुपए है। एक्सपर्ट… pic.twitter.com/RF76hsfPmB
">गुजरात: तापी के व्यारा तहसील के मायपुर और देगामा गांव को जोड़ने वाली सड़क पर मिंधोला नदी पर बना पुल टूटा। पुल के टूटने से करीब 15 गांव प्रभावित हुए हैं।
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023
कार्यपालक इंजीनियर नीरव राठौड़ ने बताया, "पुल के निर्माण का कार्य 2021 में शुरू हुआ था, जिसकी लागत 2 करोड़ रुपए है। एक्सपर्ट… pic.twitter.com/RF76hsfPmBगुजरात: तापी के व्यारा तहसील के मायपुर और देगामा गांव को जोड़ने वाली सड़क पर मिंधोला नदी पर बना पुल टूटा। पुल के टूटने से करीब 15 गांव प्रभावित हुए हैं।
— ANI_HindiNews (@AHindinews) June 14, 2023
कार्यपालक इंजीनियर नीरव राठौड़ ने बताया, "पुल के निर्माण का कार्य 2021 में शुरू हुआ था, जिसकी लागत 2 करोड़ रुपए है। एक्सपर्ट… pic.twitter.com/RF76hsfPmB
તંત્રની બેદરકારી: આ પુલ માટે આવડી મોટી રકમ ફાળવી છંતા આ બેદરકારી બહાર આવી છે. ત્યારે અનેક સવાલ તંત્ર ઉપર થઇ રહ્યા છે. આ બેદરકારી છે કે પછી ભષ્ટાચાર તે પણ હવે સમજવા જેવી બાબત છે. સરકાર લોકોને મુશ્કેલી ના પડે તે માટે લાખો રુપિયા ફાળવે છે. પરંતુ તેની સામે તંત્ર આવી બેદરકારી કરે છે કે લોકોને જીવથી જવાનો વારો આવે છે. તંત્રની આવી બેદરકારી ને લઈને ચોમાસાની ઋતુ ચાલુ થવાની શરૂઆત માજ આવે છે.