ETV Bharat / state

તાપી: કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામે પતિએ પત્નિની કરી હત્યા - Husband kills wife in Chikhlipada village of Kukarmunda taluka

કુકરમુંડા તાલુકા માં સમાજ માટે કલંકિત કરી દે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો આવ્યો છે પતિએ પત્ની ને કરૃણ મોત ના ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી જવા પામી છે.

તાપી: કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામે પતિએ પત્નિની કરી હત્યા

author img

By

Published : May 16, 2021, 10:11 AM IST

  • હત્યા કર્યા બાદ પતિએ કોઈ ઝેરી દવા ગટગટાવી હતી
  • પત્નીના કોઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી હત્યા કરી
  • સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું

તાપીઃ કુકરમુંડા તાલુકામાં પતિએ પત્નિને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, ગત રોજ કુકરમુંડા તાલુકાના ચીખલીપાડાના રહેવાસી ભરતભાઈ ફતેસિંગ પાડવી પોતાની પત્નિ સાથે કામ કરવા માટે ખેતરે ગયા હતા. તે દરમિયાન આશરે બપોરે 3થી 4 વાગ્યાના અરસામાં પત્નિના કોઈ સાથે આડા સંબંધ છે, એવો શક અને વહેમ રાખી પતિએ પત્નિ સાથે તકરાર કર્યો હતો.

તાપી: કુકરમુંડા તાલુકાના ચીખલીપાડા ગામે પતિએ પત્નિની કરી હત્યા

આ પણ વાંચોઃ પ્રેમસંબધને કારણે મિત્રએ જ કરી મિત્રની હત્યા

આરોપી ભરતે પોતે પણ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો

મોજે મોદલા(ચીખલીપાડા)ની સીમમાં આવેલા રાજકુમાર પ્રતાપના શેરડીના ખેતરમાં લોખંડની હથોડી વળે માથા અને ચહેરાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી પત્નિને મોતના ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ આરોપી ભરતે પોતે પણ કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ સતલાસણામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી

આરોપીને સારવાર હેઠળ નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપી વિરુદ્ધ જિલ્લા કલેક્ટર તાપીના જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યા હોવાનો અને IPC કલમ 302 તથા GP ACT કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપીને સારવાર હેઠળ નંદુરબાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. આ બાબતે વધુ તપાસ નિઝર પોલીસે હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.