ETV Bharat / state

Tapi Crime : વાલોડમાં બુહારી ગામનો લંપટ શિક્ષક, સહકર્મચારીની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો - શિક્ષિકાની છેડતી

શિક્ષણ આલમમાં ચકચારી મચાવતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાપી જિલ્લાના વાલોડ વિસ્તારમાં એક લંપટ શિક્ષકે સહકર્મચારીની છેડતી કર્યાની ઘટના સામે આવતા શિક્ષણજગતમાં હોબાળો મચ્યો છે. પીડિત શિક્ષકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી શિક્ષકની અટક કરવામાં આવી છે.

Tapi Crime
Tapi Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 30, 2023, 5:41 PM IST

વાલોડમાં બુહારી ગામનો લંપટ શિક્ષક

તાપી : તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂધ્ધ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં હોબાળો મચ્યો છે. બુહારી ગામની એક સંસ્થાની શાળામાં ફરજ બજાવતા શિક્ષક આરોપીએ ત્યાં ફરજ બજાવતી એક શિક્ષિકાની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

લંપટ શિક્ષકની કરતૂત : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં આવેલ સંસ્થાની શાળામાં માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક આરોપી ઉત્તમભાઈ સોલંકીએ ત્યાં ફરજ બજાવતી શિક્ષિકાને ગુલાબનું ફૂલ આપી તેમજ ચિઠ્ઠી આપી તેનો પીછો કરી બીભત્સ માંગણી કરી હતી. આખરે શિક્ષિકાને કંટાળીને પોલીસનું શરણું લેવું પડ્યું હતું.

કૂતરાની પૂંછડી વાંકી જ રહે ! અગાઉ પણ આરોપી શિક્ષક ઉત્તમ સોલંકી દ્વારા શિક્ષિકાનો પીછો કરી જાતીય સહકાર માંગી હેરાન કરવાની કરતૂત કરાઈ હતી. પરંતુ સ્કૂલના આચાર્ય દ્વારા ત્યારે મામલો થાળે પાડી દેવાયો હતો. પરંતુ લંપટ શિક્ષકને કોઈ ફરક પડ્યો નહીં અને શિક્ષિકાને વારંવાર હેરાન કરવાની કરતૂતો કરતા આજે આરોપી શિક્ષક જેલના હવાલે થયો છે.

આરોપી શિક્ષક જેલ હવાલે : પીડિત શિક્ષિકાએ વાલોડ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા વાલોડ પોલીસે આરોપી શિક્ષકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ લંપટ શિક્ષકની કરતૂત જાણીને સમગ્ર તાપી જિલ્લાના શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાનો બનાવ સમગ્ર જિલ્લાના શિક્ષકોને શર્મસાર કરે તેવો છે. શિક્ષક દ્વારા કરવામાં આવેલા કૃત્યની અસર શાળાના બાળકો પર પણ પડી શકે છે. તંત્ર દ્વારા આવા લંપટ શિક્ષકને કડક કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

પોલીસ કાર્યવાહી : તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકે સમગ્ર ઘટનાથી અવગત કરાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી શિક્ષિકા બહેને પોતે વાલોડ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપી કે, સ્કૂલમાં ફરજ બજાવતા બુહારી ગામના શિક્ષક ઉત્તમ સોલંકી વારંવાર વાતચીત કરવાના બહાને હેરાન કરે અને જાતીય સહકાર માંગતા હોય અને પોતાનો પીછો કરે છે. આ બાબતે અગાઉ આચાર્ય સાથે સમાધાન થયેલ હતું. ગત તારીખ 23 ડિસેમ્બરના રોજ આરોપી શિક્ષક પીડિત શિક્ષિકાના ટેબલ પર ગુલાબનું ફૂલ મૂકી ગયેલ અને તે બાબતે આચાર્યને વાત કરતાં આચાર્યએ સીસીટીવી ચેક કરતા જાણવા મળેલ કે સદર આરોપીએ ગુલાબનું ફૂલ મૂક્યું હતું અને આ બાબતે ભારતીય કાયદા 354 મુજબની ફરિયાદ લેવામાં આવેલ છે. આરોપીની અટક કરવામાં આવેલ છે.

  1. તાપીમાં વિદેશી દારૂની નદી વહી, કરોડોના દારૂ પર જિલ્લા પોલીસનું રોડરોલર ફર્યું
  2. તાપીના સોનગઢમાં દેશી હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો, 3 દેશી બંદૂક અને ધનુષ-બાણ સહિતના હથિયાર જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.