ETV Bharat / bharat

રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, વડોદરાની મહિલા સહિત પાંચના મોત - ACCIDENT

રાજસ્થાનમાં કરૌલીમાં કાર અને બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત થયાં છે, જ્યારે 15થી વધુ ઘાયલ થયાં છે.

રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત
રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ભયાનક અકસ્માત (Etv Bharat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2024, 10:48 PM IST

રાજસ્થાન: કરૌલી જિલ્લામાં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત જિલ્લાના કુડગાંવ-સલેમપુર રોડ પર થયો હતો. કૈલાદેવીના દર્શન કરીને ગંગાપુર પરત ફરી રહેલા શ્રદ્ધાળુોની કાર ખાનગી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મોતને ભેટેલા મૃતકો મધ્યપ્રદેશ અને ગુજરાતના રહેવાસી હતા.

ઘટનામાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મૃતકોના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રામકેશ મીણાએ જણાવ્યું હતુ કે, એક કાર કરૌલીથી ગંગાપુર શહેર તરફ જઈ રહી હતી. તે જ સમયે એક ખાનગી બસ ગંગાપુરથી કરૌલી તરફ આવી રહી હતી.

ત્યારે કુરગાંવ અને સલેમપુર રોડ વચ્ચે કાર અને ખાનગી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ મહિલા અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. ચાર મૃતકોના મૃતદેહને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યારે એક મૃતકના મૃતદેહને ગંગાપુર શહેરમાં રાખવામાં આવ્યો છે.

આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં મૃતકોની ઓળખ તેમના આધાર કાર્ડ દ્વારા કરવામાં આવી છે. અકસ્માતમાં ચારેય મૃતકો એક જ પરિવારના હતા, જેમાં પતિ નયનદેશ, પત્ની અનિતા, પુત્ર ખુશદેવ અને પુત્રી મનસ્વીનો સમાવેશ થાય છે, જેઓ ઈન્દોરના રહેવાસી હતા. આ સિવાય અન્ય એક મૃતક પ્રીતિ ભટ્ટ વડોદરાની રહેવાસી હતી. અકસ્માત બાદ એસપી બ્રિજેશ જ્યોતિ ઉપાધ્યાય પોતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

  1. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાનું એક વાહન ખીણમાં ખાબક્યું, 5 જવાનો શહીદ
  2. સુરતમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાના વ્હીલ ટ્રેક પરથી નીચે ઉતર્યા, રેલવે વિભાગ દોડતું થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.