- તાપી જિલ્લાના ઉપસરપંચ સૂરજ દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે વરણી
- યુવાઓમાં ઘણા લોકપ્રિય
- ઉમદા કામગીરી માટે જાણીતા
તાપી: જિલ્લાના યુવાનોમાં લોકપ્રિય અને ખંતિલા બુહારીના ઉપસરપંચ સૂરજ દેસાઈ ગામમા ઘણા સારા કામ કર્યા છે. માત્ર 3 વર્ષમાં બુહારી ગામને અદ્યતન સુવિધાઓ ઉભી કરી સ્માર્ટ વિલેજનું બિરુદ આપવ્યુુ છે. ગામના યુવાનોમાં પણ પોતાનું સંગઠન મજબૂત બનાવી ભારતીય જનતા પાર્ટીને અનેક ચૂંટણીમાં સફળતા અપાવી છે.
ઉપસરપંચ સૂરજ દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે વરણી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે પરામર્શ કરી ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ દ્વારા પ્રદેશ યુવા મોરચાનાની ટીમ જાહેર કરવામાં આવી હતી.જેમાં તાપી જિલ્લાના બુહારી ગામના ઉત્સાહી ઉપસરપંચ સૂરજ દેસાઈની પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ્રમુખની વરણી
નાનામાં નાના કાર્યકરોને સાથે લઈ ને ચાલવાની નામના મેળવી
આ અગાઉ સૂરજ દેસાઈ પ્રદેશ યુવા મોરચાના સયોંજક તેમજ ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી તરીકેની જવાબદારી ખુબજ ઉમદા રીતે નિભાવી હતી તેઓએ પ્રાથમિક સદસ્યતા અભિયાન, યુવા સંમેલનો, સેવાકીય કર્યો તેમજ ભાજપના તમામ અન્ય કાર્યક્રમોને સફળતા પૂર્વક પાર પાડ્યા હતા. બુહારીમાં તેમણે સંસ્થાના બલલુકાકા સંકુલમાં કોવિડ કેર સેન્ટર પણ બનાવ્યું છે. આ તમામ કાર્યોનું સફળતા પૂર્વક આયોજન કરી નાનામાં નાના કાર્યકરોને સાથે લઈને ચાલવાની નામના મેળવી છે.