ETV Bharat / state

તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો - વ્યારા બિલ્ડર

તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે શુક્રવારના રોજ નિસિશ શાહ નામના બિલ્ડર પોતાની મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે વ્યારાના શનિ મંદિર ચારરસ્તા પર કારમાં સવાર ચાર અજાણ્યા શખ્સોએ નિસિશ શાહ પર તલવારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી. તાપી જિલ્લા પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

author img

By

Published : May 15, 2021, 7:23 AM IST

  • નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા
  • સમગ્ર ઘટનાક્રમ બાબતે નગરમાં લોકોને જાણ થતાં લોકટોળા હોસ્પિટલની બહાર ઊમટી પડ્યા હતા
  • જાહેરમાં હત્યા કરી આરોપીઓ ફરાર થયા હતા

તાપીઃ વ્યારા ખાતે બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ મનુભાઈ શાહ જેઓ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં શનિદેવ મંદિર પાસેના ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતા. ત્યાં એક કાર નં.GJ-5JP-2445ના ચાલકે જોરથી પોતાની કારથી ટક્કર મારી હતી.

તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચોઃ છત્રસાલ સ્ટેડિયમમાં થયેલી હત્યા મામલે પોલીસે પહેલવાન સુશીલ કુમારની તપાસ શરૂ કરી

બિલ્ડર નીસિશ પર ચાર જેટલા ઇસમોએ તલવારોથી કર્યો હતો હુમલો

નિસિશ શાહ પોતાના મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કંઈક સમજે એ પહેલા કારમાં આવેલા ચાર જેટલા શખ્સોએ ઉતરી તલવારોના ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતા તરબૂચ વેચનાર ગણેશ નામના શખ્સને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજી તરફ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નિસિશ શાહને લોહીલુહાણ કરી દઈ પોતાની કારમાં નાસી છૂટ્યા હતા.

મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

આ ઘટનામાં કારની ટક્કર એટલી જોરથી મારવામાં આવી હતી કે, જેનું બમ્પર છુટુ પડીને ઘટના સ્થળે રહી ગયું હતું. આટલી મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ બાબતે નગરમાં લોકોને જાણ થતાં લોકટોળા હોસ્પિટલની બહાર ઊમટી પડ્યા હતા.

પરિવારજનોના આક્રંદથી સમગ્ર માહોલમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી

નિસિશ શાહના પરિવારને જાણ થતા હોસ્પિટલ દોડી આવ્યા હતા. અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારજનોના આક્રંદથી સમગ્ર માહોલમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ બાબતે તાપી પોલીસ દ્વારા આસપાસના તમામ વિસ્તારના જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરી દેવા માટે જણાવાયું હતું. આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ સતલાસણામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી

તરબૂચ વેચતા વેપારીએ છોડાવવાનો પ્રયાસ કરતાં તેને પણ ઘાયલ કર્યો

આ ઘટનામાં નજીકમાં તરબૂચ વેચતા વેપારી ગણેશભાઈએ છોડાવવાનો પ્રયાસ કરતા તેને પણ ઘાયલ કરી ચારેય અજાણ્યા શખ્સ કારમાં ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના પગલે સ્થાનિકો દોડીને આવ્યા અને નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.