સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલીના ટાઉનહોલ ખાતે તલાટીઓનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ચિરંજીવી યોજના, બાળસખા યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તેમજ દીકરી યોજના જેવી બીજી અનેકો યોજનાઓ વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. જે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા પ્રધાન ઈશ્વર પરમારે હાજરી આપી હતી. તો આ સાથે જ સરકારની યોજના છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે મુજબનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આંગણવાડીની મુખ્ય સેવીકાઓ દ્વારા પણ "બેટી બચાઓ બેટી પઢાઓ"ને ધ્યાનમાં રાખીને નાટક રજુ કરવામાં આવ્યું હતું. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સમારંભમાં શપથ પણ લેવડાવ્યા હતાં.