ETV Bharat / state

દક્ષિણ ગુજરતમાં સુગર મિલોને નોટિસ, ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માગ - સુગર મિલ

તાપી: દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પર 3 હજાર કરોડના ટેક્સ વસુલવાનો મામલે ફરી નોટીસ ઇસ્યુ થઇ છે. ટ્રીબ્યુનલમાં સુગર મિલોને રાહત મળી નથી. તેમને ફરીથી એસેસમેન્ટ કરી નફાની ગણતરી કરવા જણાવાયું છે.

દક્ષિણ ગુજરતમાં સુગર મિલોને નોટિસ, ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માગ
author img

By

Published : Aug 22, 2019, 11:01 PM IST

દક્ષિણ ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોની જીવાદોરી સમાન સુગર મિલો ઉપર કેટલાક વર્ષોથી આવકવેરા વિભાગની નોટિસોનું ભૂત ધૂણી રહ્યું હતું. ખાસ કરીને બારડોલી અને ચલઠાણ સુગરનો કેસ ટ્રીબ્યુનલમાં હતો. ટ્રીબ્યુનલે રાહત આપી નથી.

સમગ્ર મામલે ફરી એસેસમેન્ટ કરવાનું લેખિતમાં જણાવાતા સુગર સંચાલકો ફરી વિમાસણમાં મુકાયા છે. આવકવેરા અધિકારીઓએ ખેડૂતોને ચૂકવાયેલ ભાવને નફાની વ્યાખ્યામાં મૂક્યા છે. એ વેચાણમાંથી બાદ આપવાની વિભાગે ના પાડી છે. કેટલાક વર્ષોથી 3 હજાર કરોડથી વધુ વસુલાતોની નોટિસો તબક્કા વાર ફાળવાઈ રહી છે.

વર્ષોથી પેચીદા બનેલ પ્રશ્ન હવે ચર્ચાનું સ્થાન બની ગયો છે. અવારનવાર સુગર સંચાલકો દ્વારા સરકારમાં રજૂઆતો કરાઈ છે. પરંતુ પરિણામલક્ષી કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સત્તા સ્થાને બેઠેલા સ્થાનિક રાજકીય આગેવાનો અવાર નવાર દિલ્હી જાય છે.

દક્ષિણ ગુજરતમાં સુગર મિલોને નોટિસ, ખેડૂતો દ્વારા કાયમી ઉકેલની માગ

તેમને માત્ર ફોટો સેશન કરીને આવ્યા સિવાય કોઈ સફળતા મળતી નથી .આવકવેરા વિભાગ પણ વસુલાતોની નોટિસો મોકલતી રહે છે. ત્યારે સરકાર પણ ગંભીરતા દાખવી યોગ્ય કમિટી બનાવી વાસ્તવિક જવાબ રજુ કરી ટ્રીબ્યુનલમાં કમિટી મારફત જવાબ અપાવે તેવી માગ ઉઠી છે.

સુગર મિલો ઉપર કરોડની નોટિસનો મામલો હોવાથી તેનું નિરાકરણ કાયદાકીય રીતે આવે તે જ યોગ્ય છે. પરંતુ રાજકીય ક્ષેત્રમાં પડેલા કેટલાક સુગર સંચાલકો કાયમી ઉકેલનું જણાવી વડાપ્રધાનને મળી ફોટો સેશન કરાવી આવ્યા હતા. જે-તે સમયે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સરકાર બનતા જ ટેક્સ માફીની વાતો કરી હતી.

પરંતુ બીજી વાર સરકાર બની જવા છતાં પણ આ મુદ્દો હજુ પણ પેચીદો બન્યો છે. જો કે સુગર સંચાલકોના જણાવ્યા મુજબ ખેડૂતો કે સંસ્થાને તાળા લાગી જવા સુધીની જે ચર્ચાઓ ઉઠી છે. તેને પણ કોઈ કારણ નહિં હોવાનું તેમજ ખોટી વાતોમાં ભ્રમિત ન થવા સુધીની અપીલ પણ કરાઈ છે.

Intro: દક્ષિણ ગુજરાત માં સુગર મિલો પર 3 હજાર કરોડ ના ટેક્સ વસુલવાનો મામલે હવે ફરી આકારણી નોટીસ ઇસ્યુ થનાર છે. ટ્રીબ્યુનલ માં સુગર મિલો ને રાહત મળી નથી. અને ફરી થી એસેસમેન્ટ કરી  નફા ની ગણતરી કરવા જણાવાયું છે. 

Body:દક્ષિણ ગુજરાત માં શેરડી પકવતા ખેડૂતો ની જીવાદોરી સમાન સુગર મિલો ઉપર કેટલાક વર્ષો થી આવકવેરા વિભાગ ની નોટિસો નું ભૂત ધૂણી રહ્યું હતું. ખાસ કરી ને બારડોલી અને ચલઠાણ સુગર નો કેસ ટ્રીબ્યુનલ માં હતો. અને ટ્રીબ્યુનલ એ રાહત નહીં આપી સમગ્ર મામલે ફરી એસેસમેન્ટ કરવાનું લેખિત માં જણાવી દેતા સુગર સંચાલકો ફરી વિમાસણ માં મુકાયા છે. આવકવેરા અધિકારીઓ એ ખેડૂતો ને ચૂકવાયેલ ભાવ ને નફા ની વ્યાખ્યા માં મૂકી છે. અને એ વેચાણ માંથી બાદ આપવાની વિભાગ એ ધરાર ના પાડી છે અને કેટલાક વર્ષો થી 3 હજાર કરોડ થી વધુ ની વસુલાતો ની નોટિસો તબક્કા વાર ફાળવાઈ રહી છે.
વર્ષોથી થી પેચીદો બનેલ પ્રશ્ન હવે ચર્ચા નું સ્થાન બની ગયું છે. અવાર નવાર સુગર સંચાલકો દ્વારા સરકાર માં રજૂઆતો કરાય છે. પરંતુ પરિણામ લક્ષી કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સત્તા સ્થાને બેઠેલા સ્થાનિક રાજકીય આગેવાનો અવાર નવાર દિલ્હી જઇ છે. પરંતુ માત્ર ફોટો સેસન કરી ને આવ્યા સિવાય કોઈ સફળતા મળી નથી . અને આવક વેરા વિભાગ પણ અવાર નવાર  વસુલાતો ની નોટિસો મોકલતી રહે છે. ત્યારે સરકાર પણ ગંભીરતા દાખવી યોગ્ય કમિટી બનાવી વાસ્તવિક જવાબ રાજુ કરી ટ્રીબ્યુનલ માં કમિટી મારફત જવાબ અપાવે તેવી માંગ ઉઠી છે.

Conclusion:    સુગર મિલો ઉપર હજારો કરોડ ની નોટિસ નો મામલો હોય કાયદા નિ રીતેજ  એનું નિરાકરણ આવી શકે છે. પરંતુ રાજકીય ક્ષેત્ર માં પડેલા કેટલાક સુગર સંચાલકો હરખ પદુડા થઈ થીદા દિવસ પહેલાજ  કાયમી ઉકેલ નું જણાવી વડા પ્રધાન ને મળી ફોટો સેસન કરાવી આવ્યા હતા. અને બીજા જ દિવસે ટ્રીબ્યુનલ એ વિરુદ્ધ માં ચુકાદો આપતા ફિયાસ્કો થયો હતો. જેતે સમય એ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એ કેન્દ્ર માં સરકાર બનતાજ ટેક્સ માફી ની વાતો કરી હતી. પરંતુ બીજી વાર સરકાર બની જવા છતાં પણ આ મુદ્દો હજુ પણ પેચીદો બન્યો છે. જોકે સુગર સંચાલકો ના જણાવ્યા મુજબ ખેડૂતો કે સંસ્થા ને તાળા લાગી જવા સુધી ની જે ચર્ચા ઓ ઉઠી છે તેને પણ કોઈ કારણ નહીં હોવાનું તેમજ ખોટી વાતો માં ભ્રમિત ના થવા સુધી ની અપીલ પણ કરાઈ છે. સરકાર પણ હવે રજૂઆતો સાંભળે જ નહીં પરંતુ સુગર અને સભાસદો ના હિત માં કોઈ કાયમી ઉકેલ લાવી પ્રશ્ન ઉપર પૂર્ણવિરામ મૂકે તેવી માંગ ઉઠવા પામી છે.

બાઈટ .....કેતન પટેલ...ઉપ પ્રમુખ ...રાષ્ટ્રીય ખાંડ ઉદ્યોગ સંઘ...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.